હું 2 મહિલાઓ જોડે બોલું છું, પણ કોન્ડોમ વગર સમાગમ કરવાનું અમને ગમે છે તો શું આગળ જતા જોખમ થઇ શકે

nation

પ્રશ્ન : મારા દીકરાનાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. જ્યારથી તેનાં લગ્ન થયાં છે ત્યારથી મારા ઘરમાં શાંતિ નથી. મને હંમેશાંં એવું લાગે છે કે મારી પુત્રવધૂ મારા દીકરાની કાન ભંભેરણી કરીને મારા વિરુદ્ધ ચડાવે છે. મારી વહુને સીધા રસ્તે લાવવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (સુરત)

ઉત્તર : ભારતમાં લગ્ન એ માત્ર બે લોકોનું જ મિલન નથી. લગ્ન એ બંને પરિવારનું મિલન છે. આ પરિવારના મિલનમાં સૌથી વધુ ઝઘડાઓ સાસુ-વહુ કે પછી દેરાણી-જેઠાણીના પણ જોવા મળે છે. એવી ઘણી સ્ત્રીઓ હશે જે એવું કહેતા જોવા મળશે કે લગ્ન પછી તેની અને તેના દીકરા વચ્ચે પહેલાં જેવી લાગણી કે પછી સંબંધ નથી. આ પાછળ તે પોતાની વહુને દોષી ઠેરવે છે.

સાસુ અને વહુના સંબંધો વધારે નાજુક હોય છે. બંને વચ્ચે મજબૂત બોન્ડિંગ હોઇ શકે છે, પરંતુ એ પણ સત્ય છે કે તેમના વચ્ચે થોડી એવી બાબતમાં જ ચર્ચા થઈ જાય છે. આવું થાય છે કારણકે બંનેનો એટેન્શન પોઈન્ટ એક હોય છે અને તે છે દીકરો, જે વહુનો પતિ બની ચૂક્યો હોય છે. બંનેનો આ વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને લાડ જાહેર કરવાની રીત અલગ અલગ હોય છે.

જોકે, અનેકવાર તે કોમ્પિટિશનમાં પણ ફેરવાઇ જાય છે અને બસ ત્યારથી જ મુશ્કેલીઓ આવવાની ચાલુ થાય છે. તમને લાગે છે કે, વહુ તમારા દીકરાને ભડકાવી રહી છે પણ તમે પહેલાં બેસીને સમગ્ર સ્થિત વિશે વિચારો કે આખરે આ ફેરફાર કઈ રીતે આવ્યા? સ્વાભાવિક છે કે તમે દીકરાની બહુ નજીક છો અને હાલની સ્થિતિમાં આવેલો ફેરફાર તમને પસંદ નથી આવી રહ્યો.

સૌથી સારો રસ્તો એ છે કે તમે તમારી અને વહુની રિલેશનશીપ વચ્ચે એક બાઉન્ડ્રી ખેંચી દો જેથી બંને પક્ષ એકબીજાનું ધ્યાન રાખે અને લાગણીને પણ ઠેસ ન પહોંચે. દરેક બાબતને લઈને વાત કરો, જેથી રસ્તો નીકળી શકે.

સાસુ અને વહુ બંને પરિવારનો મહત્ત્વનો આધાર છે અને તેમની વચ્ચે તાલમેલ હોવો બહુ જરૂરી છે. જો બંને વચ્ચે તાલમેલ ન હોય તો પરિવારમાં સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. આવું ન થાય એ માટે અત્યારથી જ સકારાત્મક પ્રયાસ કરો.

પ્રશ્ન હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સેક્સ રિલેશન્સ છે. અનેક વખત કોન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સેક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી. હું બીજા કોઈની સાથે સેકસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સેક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કોન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સેક્સ કરું તો એમને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

જવાબ ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારીરિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?

એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે? આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કોન્ડોમ પહેર્યા વગર સેક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કોન્ડોમ વગરના સાહસો ન કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *