હોટલ પાર્ક ઇનના મેનેજરે મહિલા કર્મીને ફસાવી હોટલમાં જ દુષ્કર્મ આચરી બે લાખ પડાવી લીધા

GUJARAT

શહેરના સદર બજારમાં આવેલ હોટલ પાર્ક ઈનમા અગાઉ સગીરાને ગોંધી રાખવામાં આવી હોય જેને મુંબઈની એનજીઓએ છોડાવી હતી ત્યારે આ જ હોટલમાં અગાઉ મેનેજર તરીકે નોકરી કરતા શખસે આ જ સાફ્સફઈ કરતી મહિલાને ફ્સાવી આ જ હોટલમાં હવસનો શિકાર બનાવી તેના પગારના બે લાખ પણ પડાવી લેતા પ્રનગર પોલીસે મહિલાની ફ્રિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

ભોગ બનનાર 33 વર્ષીય મહિલાએ પ્રનગર પોલીસમાં જબ્બર નામના શખસ સામે દુષ્કર્મ અને છેતરપીંડી અંગે નોંધાવેલી ફ્રિયાદમાં જણાવ્યું હતું કે હું ચાર વર્ષથી પતિ સાથે રહું છું અગાઉ છૂટાછેડા થઇ જતા સદર બજારમાં આવેલ હોટલ પાર્ક ઇનમાં 2014થી 2016 સુધી કચરા-પોતાનું કામ કરવા નોકરીએ રહી હતી.

ત્યારે રાજસ્થાનનો જબ્બર મેનેજર તરીકે નોકરી કરતો હતો હું મારો 10 હજારનો પગાર મેનેજર પાસે જમા કરાવતી હતી દરમ્યાન પ્રેમ થઇ જતા શરીર સંબંધ બાંધ્યો હતો તે પછી જબ્બરે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું તબિયત ખરાબ હોય અને નોટબાંધી આવી જતા હું જામનગર તરફ્ રહેવા ગઈ હતી.

મારા 2.40 લાખ પગારના જમા હોય તે લેવા રાજકોટ આવી ત્યારે જબ્બર નોકરી મૂકી હોટલ રિવેરામાં નોકરીએ રહી ગયો હોય ત્યાં પૈસા માંગવા જતા હું તને ઓળખતો નથી તારા કોઈ પૈસાની ખબર નથી કહી તગેડી મૂકી હતી આ અંગે અરજી કરતા પોલીસે બોલાવતા 40 હજાર પરત આપ્યા હતા અંતે ફરિયાદ નોંધાવતા પ્રનગર પીઆઈ મહેન્દ્રસિહ ઝણકાત સહિતના સ્ટાફ્ આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published.