હની ટ્રેપમાં ફસાયેલા વૃદ્ધ પાસે માંગ્યા રૂ. 5 લાખ, બેની ધરપકડ

GUJARAT

ગુજરાતમાં ફરીથી એક વખત હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણામાં એક ખૂબસુરત હસીનાએ પોતાની મારકણી અદાઓની જાળમાં એક વૃદ્ધને ફસાવીને રૂપિયાની માંગણી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના સતલાસણામાં રહેતા એક વયોવૃદ્ધને સોનલ પંચાલ નામની મહિલાએ હની ટ્રેપમાં ફસાવ્યા છે. સોનલે વૃદ્ધને દાંતા ખાતેના ગેસ્ટ હાઉસમાં બોલાવીને શારીરિક સબંધ બાંધ્યા હતા. જે બાદ તેમનું અપહરણ કરીને 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

હની ટ્રેપ કરનારી ટોળકીએ રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધે પોતાના જમાઈનો સંપર્ક કર્યો હતો. જો કે જમાઈએ સસરાના અપહરણ અંગે પોલીસને જાણ કરી દીધી હતી. જેથી સતલાસણા પોલીસે છટકું ગોઠવીને બે ગઠીયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે સોનલ પંચાલ સહિત 6 ફરાર શખ્સોની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published.