જાણીતા સિંગર અને રેપર યો યો હની સિંહ આજકાલ પત્ની શાલિની તલવારના લગાવેલા આરોપોના કારણે જબરદસ્ત ચર્ચાઓમાં છે. શાલિનીએ હની સિંહ પર ઘરેલુ હિંસા સહિતના ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને સાથે જ ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમ અંતર્ગત 10 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે.
હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં એક વધુ ચોંકાવનાર નિવેદન સામે આવ્યું છે, જેમાં શાલિનીએ પોતાના સસરા પર એને ખરાબ રીતે અડવાના આરોપ લગાવ્યા છે. એને પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે એ જયારે કપડાં બદલી રહી હતી ત્યારે આવું થયું હતું, જેનાથી એ એકદમ અનકમ્ફર્ટેબલ થઇ ગઈ.
શાલિનીએ આ પહેલા હની સિંહ પર ઘરેલુ હિંસા, લગ્ન બહાર બીજી મહિલાઓ સાથે સેક્સ સંબંધ પણ બાંધ્યાના આરોપ લગાવ્યા છે. શાલિનીનું કહેવું છે કે એની સાથે જાનવરો જેવું વર્તન થતું હતું. હવે શાલિનીએ પોતાના સસરા પર પણ આરોપ લગાવ્યા છે. એનું કહેવું છે કે જયારે એ કપડાં બદલી રહી હતી, તો એના સસરા નશાની હાલતમાં એના રૂમમાં આવતા અને એની છાતી પર ખોટી રીતે હાથ લગાવતા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, શાલિનીએ કોર્ટને અપીલ કરી છે કે હની સિંહ દિલ્હીમાં એમના માટે ભાડે લીધેલા ફ્લેટ માટે દર મહિને 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરે, જેથી એ પોતાની માને બદલે જાત પર નિર્ભર થઇ શકે.