હનીપ્રીતને લીધે નવો વિવાદ,વિદેશમાં સ્થાયી થશે રામ રહીમનો પરિવાર

nation

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમના પરિવારના સભ્યોના સંબંધો હનીપ્રીત અને મેનેજમેન્ટ સાથે સારા નથી. રામ રહીમનો પરિવાર સિરસા ડેરા છોડીને હવે વિદેશમાં સ્થાયી થયો છે. ડેરા પ્રમુખ રામ રહીમની માતા નસીબ કૌર અને તેમની પત્ની હરજીત કૌર પણ વિદેશમાં જ રહેશે. જોકે, આ જ વર્ષે રામ રહીમે 28 માર્ચે સુનારિયા જેલમાંથી ડેરા પ્રેમીઓના નામે 9મો પત્ર લખ્યો હતો.

રામ રહીમના પ્રયત્નો બેકાર ગયા

આ પત્રમાં હનીપ્રીત, ડેરા મેનેજમેન્ટ અને રામ રહીમના પરિવાર વચ્ચે ચાલી રહેલા મતભેદોની ચર્ચાઓની વચ્ચે રામ રહીમે પહેલીવાર તેના પરિવારના સભ્યો અને હનીપ્રીતનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્ર દ્વારા રામ રહીમે પારિવારિક સંબંધોમાં કડવાશની વાતો પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એમ પણ કહ્યું હતું કે તેમનો પરિવાર હવે વિદેશમાં સ્થાયી થવા જઈ રહ્યો છે.

ડેરાના સૂત્રોનું કહેવું છે કે, ડેરા પ્રમુખના પરિવારના સભ્યોના સંબંધો હનીપ્રીત અને મેનેજમેન્ટ સાથે સારા નથી. તમને જણાવી દઈએ કે ડેરા પ્રમુખના 3 બાળકો અને જમાઈ સહિત આખો પરિવારનું વિદેશ જવાનું નક્કી છે. તાજેતરમાં, રામ રહીમની પુત્રી અમરપ્રીત અને જમાઈ રૂહ-એ-મીત 18 મેના રોજ વિદેશ ગયા હતા.

વિદેશથી પુત્રીએ ટ્વિટ કર્યું હતું

રામ રહીમની પુત્રી અમરપ્રીતે એક ટ્વિટમાં કહ્યું કે તેના માટે ઘર છોડવું ખૂબ જ મુશ્કેલ હતું, ડેરામાં બધા ખુશ હતા, જેઓ તેમના પરિવારને પ્રેમ કરે છે તે પણ અને જેઓ તેમના પરિવારને નફરત કરે છે.

ડેરાના સૂત્રોનું કહેવું છે કે રામ રહીમ હવે જેલમાં છે અને ડેરાની કમાન અન્ય કોઈને આપવાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણો વિવાદ ચાલી રહ્યો હતો. રામ રહીમનો પરિવાર એક તરફ છે તો બીજી બાજુ હનીપ્રીત અને ડેરા મેનેજમેન્ટના લોકો છે અને જેમાં રામ રહીમ હજી પણ હનીપ્રીત અને મેનેજમેન્ટના લોકોનો સાથ આપી રહ્યો છે, જેના કારણે રામ રહીમનો આખો પરિવાર ધીમે ધીમે ડેરા અને દેશ બંને છોડીને જઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.