હોળીના દિવસે કરો આ ગુપ્ત ઉપાય, માતા લક્ષ્મીની કૃપા રહેશે

DHARMIK

હોળી (Holi) એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે (Purnima Tithi) ઉજવવામાં આવે છે. આ વખતે હોળી 18 માર્ચે ઉજવવામાં આવશે. હોળીને અનિષ્ટ પર ઇષ્ટની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

આ દિવસે લોકો હોલિકા દહન (Holika Dahan) કરે છે. અને તે પછી ધૂળેટીના દિવસે રંગોથી હોળી રમીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સમસ્યા અનુસાર કંઈક કરવું હોય તો જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે તો કોઈપણ સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે.

જીવન જ્યારે સંઘર્ષથી ભરેલુ હોય કોઇ મુશ્કેલીઓથી બહાર આવે તેવી આશા ન હોય ત્યારે સમસ્યાઓને દૂર કરવા કેટલાક ખાસ શાસ્ત્રોક્ત ઉપાયને જરૂરથી કરવા. આ તમામ ઉપાય સાત્વીક અને ધાર્મિક હોવાથી મુશકેલીઓથી બહાર આવી શકાશે. હોળીના રાત્રીના સમયે મુખ્ય દરવાજે સરસોના તેલથી ચૌદ મુખી દીપક પ્રગટાવો. પ્રભુ તમારી દરેક સમસ્યા દૂર થશે. આનાથી લાભ પ્રાપ્ત થશે.

અણધાર્યા ખર્ચાઓને દૂર કરવા માટે
જો તમારા ઘરમાં કોઈ કારણસર બિનજરૂરી ખર્ચા થઈ રહ્યા હોય તો હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટી અને તેના પર દ્વિમુખી દીવો કરવો. આ દિવાને આખી રાત પ્રગટાવેલી રહેવા દો. આનાથી પૈસાની ખોટ અટકી જશે. દીવો ઓલવાય ગયા પછી તેને ઊંચકીને હોલિકા દહનની આગમાં ફેંકી દો.

પૈસાની સમસ્યાઓ હલ કરવા
જો તમારા ઘરમાં આર્થિક સંકટ છે તો હોળીના દિવસે નારાયણ અને માતા લક્ષ્મીના મંદિરમાં જઈને તેમની વિધિવત પૂજા કરો. સહસ્ત્રનામનો પાઠ કરો. ભગવાનને તમારી સમસ્યા કહો અને તેને દૂર કરવા પ્રાર્થના કરો. આ પછી, પ્રાણીઓ અને જરૂરિયાતમંદોને ક્ષમતા અનુસાર દાન કરો.

Leave a Reply

Your email address will not be published.