મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક બહેનપણીએ પોતાની જ સખી સાથે વિશ્વાસઘાત કર્યો છે. નોકરીની લાલચ આપીને યુવતી પોતાની બહેનપણીને એક યુવક પાસે મળવા લઈ ગઈ હતી. જ્યારે યુવકે યુવતીને બેભાન કરીને યુવતી પર દુષ્કર્મ આચર્યું, ત્યારે તેની દગાબાજ સહેલી તેનો વીડિયો બનાવતી રહી. સખીના વિશ્વાસઘાત અને હેવાનિયતનો શિકાર થયા બાદ પીડિત યુવતીએ હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અહીંના સીપીનગરમાં રહેતી 19 વર્ષની એક યુવતી મોના (નામ બદલેલ) બીએની વિદ્યાર્થિની છે. મોનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 ફેબ્રુઆરીએ તેની મુલાકાત કોર્ટ કમ્પાઉન્ડમાં ચંદીગઢની રાની (નામ બદલેલ) સાથે થઈ હતી.
મોનાએ રાનીને ક્યાંય પાર્ટ ટાઈમ જૉબ શોધી આપવા માટે કહ્યું હતું. આથી રાનીએ પોતાના એક મિત્ર બલરામ વિશે જણાવ્યું અને કહ્યું કે, તે તને નોકરી અપાવી શકે તેમ છે. આથી મોના બલરામને મળવા માટે તૈયાર થઈ ગઈ.
મોનાએ કહ્યું કે, જ્યારે રાની તેને બલરામને મળવા માટે લઈ ગઈ, ત્યારે બલરામે તેને કોલ્ડ્રિંક્સ અને ચિપ્સ ઑફર કર્યા. આ કૉલ્ડ્રિંક્સ પીધા બાદ તે બેભાન થઈ ગઈ. જ્યારે મોના ભાનમાં આવી, ત્યારે તેણે જોયું તો બલરામ તેના પર રેપ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની સહેલી જોવા મળી, જે દુષ્કર્મ સમયે તેના ફોટો અને વીડિયો ઉતારી રહી હતી.
પોતાની હવસ સંતોષ્યા બાદ આરોપીએ ધમકી આપી હતી કે, જો કોઈને કહીશ, તો વીડિયો અને ફોટા વાયરલ કરી નાંખીશ અને તને જાનથી મારી નાંખીશ. જે બાદ આરોપી તેને છોડીને ફરાર થઈ ગયો.
થોડા દિવસો સુધી તો શ્વેતા ડરના કારણે ચૂપ રહી, પરંતુ આખરે હિંમત એકઠી કરીને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને આરોપી બલરામની ધરપકડ કરવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.