હવે NCB અધિકારી સમીર વાનખેડેનું સામે આવ્યું ગુજરાત કનેક્શન

GUJARAT

મુંબઈ ડ્રગ્સ કેસમાં જ્યારથી એનસીપી નેતા નવાબ મલિકે એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર આક્ષેપો કર્યા છે ત્યારથી અનેક ખુલાસા થઈ રહ્યા છે. નોંધનિય છે તે નવાબ મલિકે વાનખેડે પર આક્ષે પ કર્યો હતો કે તેઓ SC નહીં પરંતુ મુસ્લિમ છે અને તેમણે ખોટુ સર્ટિફિકેટ બનાવી અનામતનો લાભ લઈ નોકરી મેળવી છે.

તો બીજી તરફ હવે સમીર વાનખેડેનું સુરત કનેક્શન સામે આવ્યુ છે. હકિકતમાં વાનખેડેની બહેન યાસમીનનો પતિ સુરતનો રહેવાસી હોવાની વાત સામે છે. તમને જણાવી દઈએ કે, યાસમીનના લગ્ન ખાન અબ્દુલ અઝીઝ સાથે થયા હતા.જો કે તેઓ હાલમાં ક્યાં છે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. જો કે ખાન અબ્દુલ અઝીઝ હાલ વિદેશમાં હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

દલિત સંગઠનોએ પણ તેમની સામે મોરચો ખોલ્યો

મુંબઈમાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર વાનખેડેની મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસને વચ્ચે તેઓ પોતે ઘણા કેસમાં ફસાતા જઈ રહ્યા છે. જ્યારથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તેમના પર નકલી ડોક્યુમેન્ટ બતાવીને નોકરી લેવાનો આરોપ લગાવ્યો છે, તેમની મુશ્કેલી વધી ગઈ છે. હવે દલિત સંગઠનોએ પણ તેમની સામે મોરચો ખોલ્યો છે.

સમીર વાનખેડેની જાતિ પર સવાલ ઉભા થઈ રહ્યા છે

દલિત સંગઠનો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, સમીર વાનખેડેએ નોકરી મેળવવા માટે પોતે SC હોવાનું કહ્યું હતું. અનામતનો લાભ લેવા વાનખેડે તરફથી નકલી પેપર બતાવવામાં આવ્યા. આ આરોપ સ્વાભિમાની રિપબ્લિક આર્મી અને ભીમ આર્મી તરફથી લગાવવામાં આવ્યા છે. તેમના તરફથી District Caste Scrutiny Committeeની પાસે એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.