વડોદરા શહેર નજીકના હરિધામ સોખડાના પરમાધ્યક્ષ પૂ.હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ હવે કોણ સુકાન સંભાળશે ? જે યક્ષપ્રશ્ન સત્સંગ સમાજમાં ચર્ચાઇ રહ્યો છે. અલબત્ત, પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજીને સત્તાની કમાન સોંપાય એવી વાત હાલમાં હોટકેક બની છે.
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પે ૬ દાયકાની સખત જહેમત બાદ હરિધામ સોખડા બીજમાંથી વટવૃક્ષ બન્યું છે. સંજોગવસાત સ્વામીજીએ સ્વધામ ગમન કરતા સમગ્ર સત્સંગ સમાજ ઘેરાશોકમાં ગરકાવ છે. આગામી રવિવારે બપોરે પૂ.સ્વામીજીના નશ્વરદેહની અંત્યેષ્ઠી કરાશે. ત્યારબાદ હરિધામ સોખડાના સુકાનીનું નામ સત્તાવાર જાહેર કરાશે. એ પૂર્વે મધ્ય ગુજરાતના કેટલાક સત્સંગીઓ-ભાવિકો અને શ્રાધ્ધાળુઓમાં એવી લાગણી પ્રવર્તી છે કે પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજીની વિનમ્રતા, સહૃદયતા સાથે સખત જહેમતને પગલે સમ્પ્રદાય વિશ્વ વ્યાપી બન્યો છે. સ્વામીજી પછી પ્રેમસ્વામી બઘી જ રીતે યોગ્ય છે અને સ્વામીજીની જેમ સંપ્રદાયની કાળજી લઈ ને આગળ વધારી શકે છે.
જ્યારે બીજી બાજુ સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના કેટલાક સત્સંગીઓની ભાવના એવી છે કે રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી સાથે રાજ્યભરમાં અનેક શિક્ષણધામોનું સફળતા પૂર્વક સંચાલન કરતા પ્રખર-પ્રેમાળ વક્તા પૂ.ત્યાગવલ્લભ સ્વામીજીને હરિધામનું સુકાન સોંપાય તે જરૂરી છે. હકિકત એ પણ છે કે સંપ્રદાઈનો મોટાભાગનો આર્થિક વ્યહવાર પૂ. ત્યાગવલ્લભ સ્વામી સંભાળે છે.
એટલે કેટલાક ભક્તો તેમને વધુ અધિકાર મળે તેમ ઈચ્છે છે. જોકે સૌથી મહત્વની વાત તો એ છે કે સંપ્રદાઈ પૈસાથી ચાલતા નથી તેના માટે પ્રેમ આવશ્યક છે .હરિધામ સોખડાના કોઠારી તરીકે પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજીની નિયુક્તિ ખુદ સ્વામીજીએ જ કરી છે. જેથી, તેઓને જ સુકાન સોંપાય એવી સંભાવના નકારી શકાતી નથી.
હવે હરિધામ સોખડાના સુકાની કોણ? જે સંદર્ભે મંદિરના પ્રાંગણમાં કોઇ કશું જ બોલવા કે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ! રવિવારે બપોરે પૂ.સ્વામીજીના નશ્વરદેહના અગ્નિસંસ્કાર કરાયા પછી રહસ્ય પરથી પડદો ઊંચકાશે.
પ્રેમસ્વરુપ સ્વામીજી માવતર છે
હરિધામ સોખડાના કોઠારી પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજી તમામ સંતો, સત્સંગીઓ, લાખો ભક્તો-ભાવિકોના માવતર છે. ચૈતન્ય મા સમાન પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજીની સાધુતા, સહિષ્ણુતા, આત્મીયતા અદ્વિતિય છે. તેઓશ્રી અમારા સર્વેના માવતર છે.