હવામાન વિભાગે સારા વરસાદનો વરતારો: આ બે મહિનામાં ગુજરાત સહિત દેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Uncategorized

હવામાન વિભાગે સારા વરસાદનો વરતારો રજૂ કર્યો હતો. સોમવારે આઈએમડીએ જણાવ્યું કે, જૂન-જુલાઈનો મોટો ભાગ કોરોધાકોર રહ્યા પછી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડશે. આ દરમિયાન ખેડૂતો માટે વાવણીને સાનુકૂળ વાતાવરણ સર્જાશે એવી હવામાન ખાતાની આગાહી સાથે નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વરસે ત્યાં જળબંબાકાર અને ન વરસે ત્યાં કોરુંધાકોર રાખવાની રીત જો વરસાદ ચાલુ રાખે અને સંખ્યાબંધ વિસ્તારો કોરા રહી જશે તો તેની ભરપાઈ ખૂબ મુશ્કેલ બનશે.

ભારતમાં ખેતી માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરનો વરસાદ ખૂબ જ મહત્ત્વનો બને છે. કારણ કે ચોમાસાના ચાર મહિનામાંથી આ બે મહિના જ સૌથી વધુ વરસાદ લાવે છે. જોકે હવામાનખાતાના બધા પેરામીટર્સ મુજબ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરેરાશ વરસાદ ૯૫થી ૧૦૫ ટકા થશે. આખા દેશમાં બધું મળીને ૪૨૮.૩ મિ.મી. વરસાદ થશે.

બીજી તરફ ગુજરાત, કર્ણાટક, કેરળ, તામિળનાડુ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી છે. આ ઉપરાંત સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુરમાં પણ આગામી સપ્તાહમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

જુલાઈમાં દેશમાં વરસાદ સરેરાશ કરતા ૭ ટકા ઓછો

જુલાઈ મહિનામાં આખા દેશમાં સરેરાશ વરસાદ ૭ ટકા ઓછો રહ્યો. ર્પૂ્વ અને પૂર્વોત્તરમાં ૨૬ ટકા ઘટ રાખી ઉત્તર-પિૃમ અને મધ્યમાં ૭ ટકા ઘટ રાખી હતી તો દક્ષિણમાં ૨૭ ટકા વધારે વરસી પડયો હતો. જુલાઈના અંતભાગે ઉત્તર, પૂર્વોત્તર અને ઉત્તર પિૃમમાં અનરાધાર વરસી ગયો હતો. તેથી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડમાં પૂર, ભૂસ્ખલન જેવી હોનારતો જોવા મળી હતી.

ઓગસ્ટ-સપ્ટે.માં ઉત્તર-પિૃમ અને પૂર્વમાં મહેર થશે

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઉત્તર-પિૃમ અને પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં તથા મધ્ય ભારતમાં સામાન્યથી ભારે વરસાદ થશે. જોકે મધ્ય ભારતમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે. તે ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં આગામી બે દિવસ વ્યાપક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થશે. રાજસ્થાનમાં ૫ ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *