હવામાનમાં પલટાની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી , આ તારીખોમાં માવઠાની શકયતા

GUJARAT

હમણાં કમોસમી વરસાદના લીધે ખેડૂત ભાઈઓને ઉભા કૃષિ મોલમાં નુકસાન થવાની ધારણા રહી છે ત્યારે જાન્યુઆરી 2022ના આવનાર દિવસો અંગે જોઈએ તો દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં તા.9 સુધીમાં ભારે હિમવર્ષા અને કમોસમી વરસાદની સંભાવના રહેશે.

હિમાલયના ટોચના ભાગો બરફની ચાદરથી છવાઈ જશે. ઘણી વખત આવી સ્થિતિમાં ભૂ-સ્ખલન પણ થતું હોય છે. આથી હિમવર્ષાના પગલે જાન્યુઆરી તા.9 થી 13માં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યુનતમ તાપમાન 8 ડિગ્રી સિલ્સીયશ થવાની ધારણા રહે. રાજ્યના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સીયશથી પણ નીચું થવાની સંભાવની રહે.

તા.16 થી 19માં ફરી હવામાનમાં પલટો આવે. જાન્યુઆરી તા.18 આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા તા.18 થી 20માં રાજ્યના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે. ક્વચિત માવઠું થવાની પણ શક્યતા રહે. આ વખતે પશ્ચિમી વિક્ષેપની અસર માસના અંત ભાગ સુધીમાં ઘણી વખત થવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવશે. જાન્યુઆરી તા.24એ ઠંડીનો ચમકારો વધે. માસના અંતમાં તા.25 થી 29માં હવામાનમાં પલટો આવે. વાદળવાયું જણાય. આ માસના અંત ભાગમાં પણ વિપરિત હવામાનની વિષમ અસરના લીધે ઉભા કૃષિ પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા ઈષ્ટ રહે.

માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ફરી ઉંચકાયો: 8 ડીગ્રી નોંધાયું, મહત્તમ તાપમાન 16 ડિગ્રી.

રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેતા સહેલાણીઓ સનસેટ પોઈન્ટનો આનંદ માણી શક્યા ન હતા. ગઇકાલે તાપમાનનો પારો બે ડિગ્રી ઉંચકાયો હતો અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈન મુજબ જરૂરી પગલાં હાથ ધરવામાં આવ્યા છે. અને ધો.1 થી 8 સુધીની ખાનગી તેમજ સરકારી તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ 17 જાન્યુઆરી સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જાહેર કરવામાં આવેલ છે. તેમજ શિક્ષકોને 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિનેશનની કામગીરીમાં સહયોગ આપવા આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *