હનુમાનજીની ઉપાસના આ ખાસ મંત્રોથી કરવાથી થશે અઢળક લાભ, જાણો વિધી

GUJARAT

પ્રેત બાધા, બીમારી, કોઈપણ પ્રકારનો ભય, દુશ્મનો જેવી તમામ સમસ્યાઓમાંથી હનુમાનજી તુરંત છૂટકારો આપે છે. હનુમાનજીની ઉપાસના આ ખાસ મંત્રોથી કરવાથી તેનું વિશેષ ફળ મળે છે. નીચે આપેલા મંત્રોનો જાપ કરતાં કરતાં હનુમાનજીનું ધ્યાન ધરવું.

श्रीरामचरणाम्भोज-युगल-स्थिरमानसम्।
आवाहयामि वरदं हनुमन्तमभीष्टदम्॥

હનુમાનજીની પૂજા કરતી વખતે આ મંત્ર બોલી અને તેમને સ્થાન ગ્રહણ કરવાનું આમંત્રણ આપવું જોઈએ.
नवरत्नमयं दिव्यं चतुरस्त्रमनुत्तमम्।
सौवर्णमासनं तुभ्यं कल्पये कपिनायक॥

આ મંત્ર બોલી ભગવાનને સિંદૂર ચડાવવું જોઈએ.
दिव्यनागसमुद्भुतं सर्वमंगलारकम्।
तैलाभ्यंगयिष्यामि सिन्दूरं गृह्यतां प्रभो॥

ત્યારપછી તેમને પંચામૃત ચડાવવાનું હોય છે. તે સમયે આ મંત્ર બોલવો.
मध्वाज्य – क्षीर – दधिभिः सगुडैर्मन्त्रसन्युतैः।
पन्चामृतैः पृथक् स्नानैः सिन्चामि त्वां कपीश्वर॥

રામભક્ત હનુમાનજીની પૂજામાં જો કોઈ ભુલ રહી ગઈ હોય તો તેમની માફી આ મંત્ર સાથે માંગી લેવી.
मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कपीश्वर।
यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु में॥

આ ઉપરાંત કોઈ ખાસ પ્રકારના રોગમાંથી મુક્તિ માટે જ્યારે હનુમાનજીને રીજવવાના હોય ત્યારે નીચે આપેલા મંત્રનો 108 વાર જાપ કરવો.
हनुमान अंगद रन गाजे।
हांके सुनकृत रजनीचर भाजे॥

नासे रोग हरैं सब पीरा।
जो सुमिरै हनुमत बल बीरा॥

દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે
ॐ हनुमते नमः।

ધન સંપત્તિની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ કરવો.
मर्कटेश महोत्साह सर्वशोक विनाशन।
शत्रून संहर मां रक्षा श्रियं दापय मे प्रभो॥

Leave a Reply

Your email address will not be published.