હિંદુ ધર્મમાં હનુમાન જયંતીનું ખાસ મહત્ત્વ છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ સંકટ મોચક હનુમાનની જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાન સાથે બજરંગબલીની પૂજા કરાય છે. વ્રત પણ રાખવામાં આવે છે.
આ વર્ષે 16 એપ્રિલ 2022ના રોજ શનિવારે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવાશે. હનુમાનજીની કૃપા જીવનથી અનેક કષ્ટને દૂર કરે છે અને અપાર સુખ આપે છે. આ દિવસે કરાયેલી ભૂલો અનેક સંકટોને આમંત્રણ આપે છે. એવામાં હનુમાન જયંતીની સાથે જોડાયેલા નિયમોને જાણી લેવા અને તેનું કડકાઈથી પાલન કરવું.
આ વાતોને ટાળો અને મુસીબતોથી બચો
હનુમાન જયંતિના દિવસે પૂજા – અર્ચના કરતી સમયે મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું. ભગવાન હનુમાન બાલ બ્રહ્મચારી છે. આ કારણે મહિલાઓએ ભૂલથી પણ બજરંગબલીને સ્પર્શ ન કરવો. નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
હનુમાનજીની પૂજામાં ભૂલથી પણ ચરણામૃતનો પ્રયોગ કરવો નહીં.
હનુમાનજીની પૂજા કરતી સમયે કાળા કે સફેદ કપડાંનો ઉપયોગ ટાળવો. આ પણ અશુભ માનવામાં આવે છે. શુભફળની પ્રાપ્તિ માટે લાલ કે પીળા કપડા પહેરવા જરૂરી છે.
જે લોકો હનુમાન જયંતિના દિવસે વ્રત કરે છે તે દિવસે સૂવે નહીં. સારું એ રહેશે કે વધારેને વધારે સમય હનુમાનજીની આરાધનામાં પસાર કરવો. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો.
એવા લોકો જેમના ઘરમાં કોઈ કારણવશ સૂતક છે તો હનુમાન મંદિરમાં પ્રવેશ ટાળો અને પૂજા પણ ટાળો.