આતુરતાથી ભક્તો જેની રાહ જોતા હતા તે હનુમાન જયંતી આવતી કાલે છે. મંગળવારે સૂર્યોદય તિથિમાં ઉજવાશે હનુમાન જયંતી. શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળિયુગના જીવંત દેવતા કહેવાય છે, તેમની પૂજા અર્ચના કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે. ચૈત્ર પુનમ ના દિવસે કયો ઉપાય કરવાથી શું ફ્ળ મળશે પોતાની રાશિ મુજબ આવો જાણીએ.
મેષ રાશિ
ॐ સૂર્યાય નમ:
ॐ ભોમાય નમઃ મંત્ર ની એક એક માળા કરવી. આરોગ્ય બાબતે અનુકૂળતા રહે બઢતી- બદલી માં હકારાત્મક અસરો અનુભવાય.
વૃષભ રાશિ
ॐ ભૃગવે નમ:
ॐ સૂર્યાય નમઃ મંત્ર ની એક એક માળા કરવી. આર્થિક પ્રતિકુળતા માં ઘટાડો થાય વાર વિવાદ થી દુર રખાવે.
મિથુન રાશિ
ॐ બુધાય નમ:
ॐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી. મૈત્રી ભાગીદારી માં અનુકૂળતા જણાય
કર્ક રાશિ
ॐ સોમાય નમઃ
ॐ સૂર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી. વ્યવસાયલક્ષી અવરોધ હળવો બને
સિંહ રાશિ
ॐ સૂર્યાય નમઃ મંત્ર ની બે માળા કરવી
ભાગ્યોદય તેમજ પ્રગતિ અંગે નાં પ્રશ્નોમાં અનુકૂળતા વધે.
કન્યા રાશિ
ॐ બુધાય નમઃ
ॐ સૂર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી. આરોગ્ય અંગે ની તકલીફમાં સુધારો જણાય
તુલા રાશિ
ॐ ભૃગવે નમઃ
ॐ સૂર્યાય નમઃ
મંત્ર એક એક માળા કરવી. પરિવાર તથા આજીવિકા બાબતે અવરોધ હળવા બની શકે છે.
વૃશ્ચિક રાશિ
ॐ સૂર્યાય નમઃ
ॐ ભોમાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી. સ્પર્ધાત્મક બાબતે સફ્ળતા મળે. અભ્યાસ પ્રગતિ અનુભવાય.
ધન રાશિ
ॐ બૃહસ્પતયે નમઃ
ॐ સૂર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી. સંતાન તથા વિદ્યાભ્યાસ અંગે હકારાત્મક અસરો અનુભવાય. કાર્યક્ષેત્રમાં અવરોધ દૂર થાય
મકર રાશિ
ॐ શનિશ્ચરાય નમઃ ॐ સૂર્યાય નમઃ મંત્ર ની એક એક માળા કરવી. સ્થાવર જંગમ મિલકત બાબતે રાહત જણાય. વિદેશ થી લાભ કરાવી શકે.
કુંભ રાશિ
ॐ શનિશ્ચરાય નમઃ
ॐ સૂર્યાય નમઃ મંત્ર ની એક એક માળા કરવી. પ્રગતિ માં અનુકૂળતા જણાય મહેનતનું ફ્ળ મળે. આર્થિક ભીડ માં રાહત રહે.
મીન રાશિ
ॐ બૃહસ્પતયે નમઃ
ॐ સૂર્યાય નમઃ મંત્ર ની એક એક માળા કરવી આર્થિક ભીડમાં રાહત અનુભવાય, આરોગ્ય સારૂ રહે.