નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જો તમે માત્ર હનુમાન ચાલીસા વાંચી રહ્યા છો તો તે તમને આંતરિક શક્તિ આપે છે પરંતુ જો તમે તેનાં અર્થમાં છુપાયેલા લાભ લાઇફ મેનેજમેન્ટનાં સૂત્રને સમજી લો છો તો તમને જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ હનુમાન ચાલીસામાંથી તમે પોતાનાં જીવનમાં ક્યાં-ક્યાં બદલાવ લાવી શકો છો.
ચોપાઈ-૧.શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારિ.અર્થ – પોતાના ગુરુના ચરણોની ધૂળથી મારા મનનાં દર્પણને સાફ કરું છું.ગુરુનું મહત્વ ચાલીસાનાં પહેલા દોહાની પહેલી લાઈનમાં લખાયેલું છે. જો તમારા જીવનમાં ગુરુ નથી તો તમને કોઈ આગળ વધારી શકતું નથી. ગુરુ જ તમને સાચો માર્ગ બતાવી શકે છે. એટલા માટે તુલસીદાસે લખ્યું છે કે, ગુરુના ચરણોની ધૂળથી મનના દર્પણને સાફ કરું છું. આજના સમયમાં ગુરુ આપણા મેંટર પણ હોઈ શકે છે, બોસ પણ. માતા-પિતાને પહેલા ગુરુ જ કહેવામાં આવે છે. સમજવા વાળી વાત એ છે કે ગુરુ એટલે કે આપણાથી મોટાનું સન્માન કરવું જરૂરી છે. જો પ્રગતિનાં માર્ગ પર આગળ વધવું છે તો વિનમ્રતાની સાથે વડીલોનું સન્માન કરો.ચોપાઈ-૨.વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર.અર્થ – તમે વિદ્યાવાન છો, ગુણોની ખાણ છો, ચતુર પણ છો. રામનાં કામ કરવા માટે સદૈવ આતુર રહો છો.આજના સમયમાં એક સારી ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે પરંતુ ચાલીસા કહે છે કે માત્ર ડિગ્રી હોવા પર તમે સફળ થશો નહિ. વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે તમારે તમારા ગુણોને પણ વધારવા પડશે. બુદ્ધિમા ચતુરાઈ પણ લાવવી પડશે. હનુમાનમાં ત્રણ ગુણ છે, તે સૂર્યના શિષ્ય છે, ગુણી પણ છે અને ચતુર પણ.
ચોપાઈ-૩.પ્રભુ ચરિત સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા.અર્થ – તમે રામચરિત એટલે કે રામની કથા સાંભળવામાં રસિક છો. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય તમારા મનમાં વાસ કરે છે.જે તમારી પ્રાયોરીટી છે, જે તમારું કામ છે, તેને લઈને માત્ર બોલવામાં નહી, સાંભળવામાં પણ તમારે રસ દાખવવો જોઈએ. સારા શ્રોતા હોવું ઘણું જરૂરી છે. જો તમારી પાસે સાંભળવાની કળા નથી તો તમે ક્યારેય સારા લીડર બની શકશો નહી.ચોપાઈ-૪.સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિ દિખાવા, બિકટ રૂપ ધરિ લંકા જરાવા.અર્થ – તમે અશોક વાટિકામાં સીતાને પોતાના નાના રૂપમાં દર્શન આપ્યા અને લંકા સળગાવતા સમયે તમે મોટું સ્વરૂપ ધારણ કર્યું.ક્યારે, ક્યાં, કઈ પરિસ્થિતિમાં પોતાનો વ્યવહાર કેવો રાખવાનો છે, તે કલા હનુમાનજી પાસે શીખી શકાય છે. માતા સીતાને જ્યારે અશોક વાટિકામાં મળ્યા તો તેમની સામે નાના આકારમાં મળ્યા પરંતુ જ્યારે લંકા સળગાવી તો પર્વત આકાર રૂપ ધારણ કર્યું. હંમેશા લોકો એ જ નક્કી કરી શકતા નથી કે તેમણે ક્યારે કોની સામે કેવું દેખાવાનું છે.
ચોપાઈ-૫.તુમ્હરો મંત્ર વિભીષણ માના, લંકેસ્વર ભયે સબ જગ જાના.અર્થ- વિભીષણએ તમારી સલાહ માની, તે લંકાના રાજા બન્યા તે સંપૂર્ણ દુનિયા જાણે છે.હનુમાનજી માતા સીતાને શોધવા લંકા ગયા તો ત્યાં વિભીષણને મળ્યા. વિભીષણને રામભક્તના રૂપમાં જોઈને તેમણે રામને મળવાની સલાહ આપી દીધી. વિભીષણ એ પણ એ સલાહને માની અને રાવણનાં નિધન બાદ તે રામજી દ્વારા લંકાનાં રાજા બનાવવામાં આવ્યા. કોને શું સલાહ આપવી જોઈએ, તેની સમજ ઘણી આવશ્યક છે. સાચા સમય પર સાચા વ્યક્તિને આપવામાં આવેલી સલાહ માત્ર તેનો જ ફાયદો કરતો નથી પરંતુ તમને પણ ક્યાંકને ક્યાંક ફાયદો પહોંચાડે છે.
ચોપાઈ-૬.પ્રભુ મુદ્રિકા મેલિ માહિ, જલધિ લાધિ ગએ અચરજ નાહી.અર્થ – રામ નામની અંગુઠીને પોતાના મુખમાં રાખીને તમે દરિયો પાર કરી લીધો, તેમાં કોઈ અચરજ નથી.જો તમને પોતાનામાં અને પરમાત્મા પર પૂરો વિશ્વાસ છે તો તમે કોઈપણ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને સરળતાથી પૂરું કરી શકો છો. આજના યુવાનોમાં એક ઉણપ એ પણ છે કે તેમનો વિશ્વાસ ઘણો તૂટી જાય છે. આત્મવિશ્વાસની ઊણપ ઘણી છે. પ્રતિસ્પર્ધાના સમયમાં આત્મવિશ્વાસની ઊણપ હોવી ખતરનાક છે. પોતાના પર પૂરો ભરોસો રાખો.
મિત્રો વાત કરીએ હનુમાનજી ની ચાલીશા ના ફાયદા વિશે તો.હનુમાન ચાલીસા માં આ વાત નું વર્ણન પણ કરવામાં આવેલું છે કે હનુમાન ચાલીસા ના પાઠ થી દરેક પ્રકાર ના રોગ અને કષ્ટો દૂર થઇ જાય છે.રોગ અને દુખ નજીક નહિ આવે મહાવીર જયારે નામ સંભળાય.હનુમાનજી નું નામ લેવાથી જ રોગ,દુખ દરેક દૂર થઇ જાય છે.મિત્રો ચાલીશા માં દરેક પ્રકારની સમસ્યાઓ નો ઉપાય બતાવવા માં આવ્યો છે.હનુમાન ચાલીશા માં દરેક મુશ્કેલીઓ નો સીધો જ ઉપાય બતાવ્યો છે.હનુમાન ચાલીસા માં આ વાત નું વર્ણન છે કે જે પણ હનુમાન જી નું નામ લે છે તેના પર ક્યારેય પણ ભૂત પ્રેત અને બાધા એમની અસર બતાવી શક્તિ નથી.કોઈ પણ પ્રકારના કાળા જાદુ ની અસર પણ તેના પર થતી નથી.
મોટરો જો તમે રોજ હનુમાન ચાલીશા કરશો તો તમને દરેક મુશ્કેલી ઓ માંથી છુટકારો મળી જશે તમામ પ્રકારની કાઠીનાઈઓ દૂર થઈ જશે.હનુમાન ચાલીસા નો નિયમિત રૂપથી પાઠ કરતા લોકો ના જીવન માંથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવન માં સકારાત્મક ઊર્જા નો પ્રવેશ થઇ જાય છે.હનુમાન ચાલીસા ના નિયમિત પાઠ થી દરેક પ્રકારના ભય દૂર થઇ જાય છે. હનુમાન ચાલીસા નો પાઠ એટલો વધારે લાભદાયક છે કે ફક્ત એના પાઠ થી જીવન માં એક નવી ઊર્જા નો સંચાર થઇ જાય છે.તમારા માં સકારાત્મક ઊર્જા ભરાઈ છે અને તમે એક સફળ જીવન તરફ વડો છો.માટે તમારે નિયમિતપણે હનુમાન ચાલીશા કરવીજ જોઈએ.
મિત્રો ચાલીસા અને પાઠ દરોજ કરવાથી શરીર પાવન થઈ જાય છે કારણ કે તેનાથી તમારા1 માં એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમને પવિત્ર કરી દે છે.હનુમાન ચાલીસા ના પાઠ થી વ્યક્તિ ના આત્મવિશ્વાસ માં ખુબ જ વૃદ્ધિ થાય છે.દરેક ને હનુમાન ચાલીસા નો નિયમિત રૂપ થી પાઠ કરવો જોઈએ. નિયમિત રૂપ થી હનુમાન ચાલીસા ના પાઠ ના ઘણા બધા ફાયદા થાય છે.હનુમાન જી દરેક ભક્તો ની મનોકામના ઓ ને પૂરી કરે છે.હનુમાનજી પણ ખુબજ ભોળા છે તેઓ પોતાના દરેક ભક્ત ની ઈચ્છા ને ખુબજ જલ્દી પુરી કરી દે છે