હાંસોટની સ્કૂલમાં માપ લેવાના બહાને વિદ્યાર્થિનીને અડપલા, લંપટ શિક્ષક ઝડપાયો

GUJARAT

ભરૂચ જિલ્લાના હાંસોટની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અહીંની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઈશ્વરભાઈ પટેલે ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પોતાની પાસે બોલાવી હતી. વિકૃત માનસ સાથે આ શિક્ષકે તેની દીકરીની વયની બાળકીને બારી પાસે ઉભી રાખી જરૂરી માપ લેવાના હોવાનું કહી શારીરિક અડપલાં શરૂ કર્યા હતા.

અંદાજિત 10 વર્ષની બાળકી ઉંમરથી નાદાન જરૂર હતી પણ તે શિક્ષકના સ્પર્શ અને નિયતને ચોક્કસ સમજી ગઈ હતી. આ બાળકીને ગુરુ જમીન ઉપર બેસાડતા તેને કંઈક અજુગતું બનવાનો હોવાનો અંદાજ આવી ગયો હતો અને નાસી જવા પ્રયાસ કર્યો હતો. જેને રોકવા જતા શિક્ષકથી બાળકીનું ફ્રોક પણ ફાટી ગયું હતું. ગભરાયેલી બાળકી ફાટેલા કાપડાએ પણ ઘર તરફ દોડી ગઈ જઇ પોતાની આપવીતી જણાવી હતી.

આખરે માતા-પિતા તુરંત શાળામાં પહોંચ્યા અને શિક્ષકને ઠપકો આપતા ઉશ્કેરાયેલા લંપટ શિક્ષકે બાળકીના પિતાની સાથે મારમારી કરી કપડા ફાડી નાખી ભગાડી મૂક્યો હતો. આખરે આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી બાળકીઓને પૂછતા શિક્ષકની કરતુંતો બહાર આવી હતી.

પોલીસ પૂછપરછમાં બાળકીઓએ જણાવ્યું હતું કે, શિક્ષક અમને હાજતે જતી વખતે મારો પીછો કરી આપત્તિજનક સ્થિતિ જોતા અને મોબાઇલમાં અશ્લિલ વીડિયો બતાવતા હોવાનો આક્ષેપ કરતા હાસોટ પોલીસે પોસ્કો અને આઇટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ શિક્ષક વિરૂદ્ધ IPC ની કલમ 354 અને પોકસો નો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *