હદ થઇ હવે તો…ફેનિલનો મોટો ખુલાસો, ગ્રીષ્માની હત્યા માટે…

GUJARAT

સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલ ખુલાસો કરતો જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા માગતો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.

ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ફેનિલે ગ્રિષ્માની હત્યા કરવા માટે પહેલાથી જ પ્લાનિંગ કર્યું હતું, તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરી શકાય તે માટે વેબસાઈટ પર હથિયાર અંગે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં,

હથિયાર કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે પણ ફેનિલે માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ફેનિલે પોતાના મિત્રને ફોન પર કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી, તેના પછી અનેક રહસ્યો ખૂલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.