હદ થઈ! 13 વર્ષના સગીરનું લિંગ પરિવર્તન કરાવી અનેક લોકોએ સંતોષી પોતાની હવસ

nation

રાજધાની દિલ્હીમાં તો બળાત્કારની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. મહિલાઓની સલાહમતિને લઈને રાજધાની પર અનેકવાર ગંભીર પ્રકારના સવાલો પણ ઉભા થઈ ચુક્યા છે. પરંતુ તાજેતરમાં ઘટેલી એક ઘટનાએ તો હદ વટાવી દીધી છે. જેમાં એક સગીર બાળકનું સેક્સ ચેન્જ કરાવીને તેને અનેકવાર દુષ્કર્મનો ભોગ બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીની ગીતા કોલોનીમાંથી આ ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષિય બાળકનું જબરદસ્તીથી લિંગ પરિવર્તન કરાવી લાંબા સમય સુધી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. દિલ્હી મહિલા આયોગના હસ્તક્ષેપ બાદ આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ બાળકની મુલાકાત આરોપી સાથે લગભગ 3 વર્ષ પહેલા લક્ષ્મી નગરમાં એક ડાન્સ કાર્યક્રમ દરમિયાન થઈ હતી. જ્યાં આરોપીએ શુભમ (બદલાવેલું નામ) સાથે દોસ્તી કરી અને ડાન્સ શિખવવાના બહાને પોતાની સાથે મંડાવલી લઈ ગયો. શુભમે થોડી વાર ડાન્સ કાર્યક્રમમાં ભાગ લીધો અને આરોપીએ શરૂઆતમાં તો તેને પૈસા પણ આપ્યા હતાં. થોડા સમય બાગ શુભમને કહેવામાં આવ્યુ કે, તારે અહીંયા જ રહેવુ પડશે અને કામ કરવાનું થશે. ત્યાં શુભમને નશીલા પદાર્થો પણ અપાતા, બાદમાં તેનું લિંગ પરિવર્તન માટે ઓપરેશન પણ કરાવ્યું. આ સમયે શુભમની ઉંમર ફક્ત 13 વર્ષની જ હતી.

શુભમે આ હિચકારી ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે, ઓપરેશન બાદ તેને હોર્મોન પણ આપવામાં આવ્યા, જેથી તે એકદમ છોકરી જેવો લાગે. ત્યાર બાદ શુભમ સાથે એક નહીં અનેક વખત બળાત્કાર કરવામાં આવ્યો. આરોપી અને તેના દોસ્તોએ બહારથી પણ ગ્રાહકો બોલાવાનું શરૂ કર્યું. શુભમ પાસે ભીખ પણ મગાવતા હતા. સાથે જ તેને ટ્રાફિક સિગ્નલ પર કિન્નર બનાવીને ભીખ પણ મગાવતા. આરોપીઓ ખુદ મહિલાના કપડા પહેરી ગ્રાહકોને આકર્ષતા અને શુભમ પર બળાત્કાર કરતા, તેની પાસેથી આવતા પૈસા પણ ઝૂંટવી લેતા. ગ્રાહકોને પણ મારતા અને તેમના ખિસ્સા ખાલી કરી લેતા હતા.

આ કેસમાં દિલ્હી મહિલા આયોગે દખલ દેતા શુભમ અને તેની માતાને સુરક્ષા આપવામાં આવી છે. શુભમે દિલ્હીમાં મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે મુલાકાત કરી હતી અને તેને પોતાની દુખભરી કહાની સંભળાવી હતી. સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, આ મામલો અત્યંત ગંભીર છે અને બળજબરીપૂર્વક બાળકોને આ પ્રકારના ધઁધામાં ધકેલવાનું બહુ મોટુ ષડયંત્ર છે. આ રેકેટની તપાસ થવી જ જોઈએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *