ગુરૂવારે જન્મ લેનારી છોકરી હોય છે આવી, અન્ય દિવસના આધારે જાણો સ્વભાવ

GUJARAT

દરેક વ્યક્તિ એક-બીજાથી અલગ હોય છે. તેમની વિચારસરણી, રહેવાની રીત અને સ્વભાવ એક-બીજાથી વિપરીત હોય છે અને આવી પરિસ્થિતિઓમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કેટલાક પ્રયાસો પછી પણ સારી રીતે ઓળખવામાં નિષ્ફળ રહે છે. પરંતુ આ સમસ્યાનો પણ ઉકેલ છે.

દરેક વ્યક્તિની જન્મ તારીખ અને વાર સામાન્ય રીતે અલગ-અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી તારીખો અને વાર વિશે જણાવ્યું છે જેમાં જન્મેલી છોકરીઓ ભાગ્યશાળી હોય છે અને તેમના સ્વભાવ વિશે જણાવ્યું છે. તો આવો જાણીએ સપ્તાહના અલગ-અલગ દિવસે જન્મારી છોકરીઓના સ્વભાવ વિશે..

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,કેટલીક એવી વિધિઓ છે જેનાથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે માહિતી મેળવી શકાય છે. રવિવારે જન્મ લેનારી સ્ત્રી સ્વભાવથી દાની, મજબૂત, શાંત, ચતુર અને ક્લેશ કરનારી હોય છે. જ્યારે સોમવારે જે સ્ત્રીનો જન્મ થયો હોય તે સુંદર, હોશિયાર, સારુ બોલનારી, શાંત, રાજયોગ અને પુત્રવાન હોય છે.

ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, મંગળવારે જન્મ લેનારી મહિલા સ્વભાવથી કઠોર અને કડક હોય છે. તેમનો સ્વભાવ ઝઘડાળું, શરીરથી પાતળી પરંતુ શક્તિશાળી હોય છે. જ્યારે બુધવારે જે સ્ત્રીનો જન્મ થયો હોય તે સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત કરનારી, સંદુર, કોમળ, સદગુણી, કલાકાર અને કુશળ હોય છે.

આ સિવાય ગુરૂવારે જે છોકરીનો જન્મ થયો હોય તે શિક્ષા, ગુણ, સંપત્તિ, શાંત સ્વભાવ, ધૈર્યવાન, પુત્રવાન અને સુખ પ્રાપ્ત કરનારી હોય છે. જ્યારે શુક્રવારે જેમનો જન્મ થયો હોય એવી સ્ત્રી સ્વભાવથી ચંચળ, સુંદર, શ્યામ વર્ણ અને સૌભાગ્યશાળી હોય છે. આ સિવાય જે સ્ત્રીનો જન્મ શનિવારે થયો હોય તેમનું શરીર સામાન્ય રીત પાતળુ, લાંબું, કાળા રંગની અને ફરિયાદ કરનારી હોય છે.

જો કે કુંડળીના અન્ય ગ્રહની સ્થિતિ અનુસાર પણ સ્ત્રીઓના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સ્ત્રીના સ્વભાવથી બધા ગ્રહ-નક્ષત્રોનો પણ સીધો પ્રભાવ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *