દેવગુરુ બૃહસ્પતિ આજે એટલે કે 24 નવેમ્બરે પોતાની રાશિ મીનમાં માર્ગી થઈ ચૂક્યા છે. વૈદિક જ્યોતિષ અનુસાર, ગુરુ ગ્રહને સૌથી લાભકારી ગ્રહ માનવામાં આવ્યો છે અને કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને ફાઈનાન્સ, રિલેશનશીપ, શિક્ષણ, પ્રમોશન, દાન, સ્વાસ્થ્ય, સુખ-શાંતિ વગેરેમાં શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. ગુરુ સવારે 4.36 કલાકે મીન રાશિમાં માર્ગી થયા છે. ગુરુ માર્ગી થતાં તેનો પ્રભાવ દેશ-દુનિયા સહિત બધી જ રાશિઓ પર પડશે. કેટલીક રાશિઓ માટે લાભદાયક સ્થિતિ બનશે તો કેટલીક રાશિઓના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. મેષથી મીન સુધીની બધી જ રાશિઓ પર કેવો પ્રભાવ પડશે? જાણી લો.
મેષ
ગુરુ તમારી રાશિના 12મા ભાવમાં માર્ગી થયા છે. આ દરમિયાન ધર્મ-કર્મના કાર્યોમાં મન પરોવાયેલું રહેશે. કેટલાક ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકો છો. કરિયરની વાત કરીએ તો કામના સંદર્ભે યાત્રા કરવી પડી શકે છે. નોકરિયાત વર્ગના જાતકોને કામના કારણે દબાણ વધુ રહી શકે છે. જે પોતાનો વ્યવસાય કરતા હોય તેમને ગુરુ માર્ગી થતાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય ના કરવાની સલાહ છે. પોતાના ખર્ચ પર કાબૂ રાખવો.
વૃષભ
ગુરુ તમારી રાશિના અગિયારમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આ દરમિયાન રોકાણ, શેર, સ્ટોક માર્કેટ વગેરેથી સારો લાભ થઈ શકે છે. પરંતુ ભાઈ-બહેનો સાથેના સંબંધમાં તિરાડ પડી શકે છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, ગુરુ માર્ગી થતાં વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ પરિણામ આવશે. કાર્યક્ષેત્રે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત વર્ગના લોકોને સહકર્મીઓ અને અધિકારીઓનો સારો સહયોગ પ્રાપ્ત થશે. પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કરી શકો છો.
મિથુન
ગુરુ તમારી રાશિમા દસમા ભાવમાં માર્ગી થઈ ચૂક્યા છે. પ્રોફેશનલ લાઈફમાં કેટલાક ફેરફાર આવી શકે છે. કાર્યક્ષેત્રે અધિકારીઓ તરફથી પણ થોડી પરેશાની થઈ શકે છે. કામનું વધારે દબાણ હોવાથી માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જો તમે પોતાનો અથવા ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા હો તો અડચણ આવી શકે છે. પાર્ટનરના લીધે નુકસાન થઈ શકે છે. ગુરુ માર્ગી થતાં પારિવારિક ખર્ચ વધી શકે છે જેને કંટ્રોલ કરવો જરૂરી છે.