ગુપ્ત નવરાત્રિમાં કરો આ 5 ઉપાયો, થઈ જશે અટકેલા કામ

DHARMIK

હિંદુ ધર્મ શાસ્ત્રોના અનુસાર શક્તિ આરાધનાના આ પર્વમાં જો ભક્ત માતા દુર્ગાની વિધિવત પૂજા કરે છે તો તેને સુખ, સમૃદ્ધિ, યશ અને વૈભવની પ્રાપ્તિ મળે છે. આ સાથે માતા દુર્ગાના ભક્તને દર ક્ષેત્રમાં સફળતા મળે છે. માઘ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આ વર્ષે ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ છે. જે 2-11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયે રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જે નવી શરૂઆત માટે લાભદાયી માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિએ માતા દુર્ગાની કૃપા માટે આર્થિક સંકટ સહિત અનેક સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો કરી લેવાથી શુભફળ મળી શકે છે.

નોકરીમાં ફાયદો મેળવવા માટે કરો આ કામ

નોકરીમાં અનેક પ્રકારની બાધાઓ આવી રહી છે અને કંઈ સારું થઈ રહ્યું નથી તો ગુપ્ત નવરાત્રિના સમયે માતા દુર્ગાની ઉપાસના લાલ આસન પર બેસીને કરો. સાથે એક લાલ કપડામાં 9 લવિંગ રાખો અને રોજ માતા દુર્ગાને અર્પણ કરો. પૂજાના સમયે કપૂરથી તેમની આરતી કરો અને ગુપ્ત નવરાત્રિ સમાપ્ત થયા બાદ તમામ લવિંગની લાલ કપડામાં બાંધીને તમારી પાસે સુરક્ષિત રાખો.

વ્યાપારમાં ફાયદો મેળવવા માટે કરો આ ઉપાય

વ્યાપારમાં ધન માટે ગુપ્ત નવરાત્રિમાં ઘીનો દીવો કરો અને સાંજના સમયે લક્ષ્મી માતાની આરાધના કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. આ સાથે કાચા દોરાને હળદરથી પીળો કરો અને માતા લક્ષ્મીને અર્પણ કરો અને ગળામાં ધારણ કરી લો.

ઉધારમાંથી રાહત મેળવવા કરો આ કામ

તમારા ખભા પર ઉધારનો ભાર વધી રહ્યો છે તો ગુપ્ત નવરાત્રિના સમયે રોજ સવારે માતા દુર્ગાની પૂજાના સમયે તેમને લાલ ફૂલ અર્પિત કરો અને સિદ્ધ કુંજિકાનો સ્ત્રોતનો પાઠ કરો.

સુખ પ્રાપ્તિ અને આર્થિક સમૃદ્ધિ માટે કરો આ ઉપાય

આર્થિક સમૃદ્ધિ અને સુખ, યશ અને વૈભવની પ્રાપ્તિને માટે ગુપ્ત નવરાત્રિમાં સવારના સમયે માતા દુર્ગાને સફેદ ફૂલ અને સાંજના સમયે લાલ ફૂલ પૂજાના સમયે ચઢાવો. સવાર અને સાંજની પૂજામાં ‘ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ज्वल हं सं लं फट् स्वाहा’ મંત્રનો જાપ 108 વાર કરો. નવમીના દિવસે કન્યાને ભોજન કરાવો.

સંતાન પ્રાપ્તિને માટે ફાયદો કરશે આ ઉપાય
ગુપ્ત નવરાત્રિના સમયે સ્નાન કર્યા બાદ એક લાલ કપડામાં જટાવાળું નારિયેળ બાંધો અને કપડાની ઉપર 21 વાર કલાવા બાંધો. હવે નારિયેળને તમારી ઉપરથી 7 વખત ઉતારીને ઘરના પૂજા સ્થાનમાં સુરક્ષિત રાખો. તેની સાથે સુંદરકાંડનો પાઠ કર્યા બાદ નારિયેળને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવાથી લાભ થશે.

Leave a Reply

Your email address will not be published.