ગુજરાતમાં આવતીકાલથી નવી ગાઈડલાઈનનું પાલન થશે, લગ્ન પ્રસંગને લઈ સરકારની મોટી સ્પષ્ટતા

GUJARAT

કોરોના સંક્રમણ ઘટતા ગુજરાત હવે ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે, એટલે કે રાજ્યમાં હવે સરકારે લગાવેલા પ્રતિબંધો હળવા કરાઈ રહ્યા છે. ગુજરાત સરકારે નવા જાહેરનામાં પ્રમાણે રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે અને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાજ્યમાં નવું જાહેરનામું આવતીકાલે 31 જુલાઈથી લાગુ કરાશે.

બીજી બાજુ કોરોના ગાઈડલાઈનને લઈને ગુજરાત સરકારે એક સ્પષ્ટતા કરી છે. જેમાં લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાનું જણાવ્યું છે. આ સાથે જ લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોની હાજરીને જ માન્ય રાખી છે. 400 લોકોની હાજરી સામાજિક કાયક્રમો માટે જ પરમિશનમાં અપાશે. સાથે જ મરણ પ્રસંગમાં 40 લોકોની હાજરીની છૂટ આપી છે. આ તમામ ગાઈડલાઈન આવતીકાલથી લાગુ પડશે. જીમ, વોટરપાર્ક, સ્વિમિંગ પુલ 60% ક્ષમતા સાથે ખુલશે. સરકારે આજે નવી ગાઈડલાઈનનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. પરંતુ હા.. રાજ્યમાં સ્પા સેન્ટરો હજુ પણ બંધ રહેશે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી ફરજિયાત બનાવાઈ છે. લગ્ન પ્રસંગમાં 150 લોકોની હાજરી મર્યાદિત બનાવાઈ છે. સાથે જ લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાનું સરકારે કહ્યુ છે.

ગુજરાતમાં નાગરિકોને અનેક છૂટછાટો આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

લગ્નપ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે
અંતિમવિધિ માટે 40 લોકોની મંજૂરી આપવામાં આવી
ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો
8 મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ
ખુલ્લા-બંધ સ્થળે લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા અપાઈ છે.
ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 400 લોકોની છૂટ
ગણેશ મહોત્સવમાં 4 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાને મંજૂરી
શૈક્ષણિક સંસ્થાઓ SOP સાથે ચાલુ રહેશે,
કોરોના નિયમોનું પાલન ફરજિયાત બનાવાયું છે
60 ટકા ક્ષમતા સાથે જીમ ખુલ્લા રહેશે
રાત્રે 9 વાગ્યા સુધી બાગ-બગીચાઓ ખુલ્લી રાખી શકાશે
હોટેલ, રેસ્ટોરેન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ
રાજ્યમાં સ્પા ખોલવાની હજુ મંજૂરી નહીં, સ્પા બંધ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *