ગુજરાતનું એવું ગામ જ્યાં દરેક દિકરીએ બનવું પડે છે વેશ્યા, અહી આ પરંપરા છે અને ભાઈ તથા પિતા જ કરાવે છે આ કામ

GUJARAT

આમ તો ગુજરાત આર્થિક રીતે સમૃધ્ધ અને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રખ્યાત છે પરંતુ વિકાસશીલ ગુજરાતમાં એક ગામ એવું પણ છે જે આર્થિક રીતે એટલુ બધુ પાયમાલ છે કે ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગયો છે. અહિયાં એ કહેવત સાચી ઠરે છે કે, “સોનાની થાળીમાં માટીનો ઢગલો.”

બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે. થરાદ તાલુકા અંતર્ગત આવેલા આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવે છે. હવે તો આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે. નવાઈની વાતો તો એ છે કે અહીના લોકો વેશ્યાવૃતિને કોઈ ખરાબ પ્રવૃતિ નથી ગણતાં પરંતુ તેને એક પરંપરાના રૂપમાં જોવામાં આવે છે.

આ ગામમાં સરણિયા સમુદાયના લોકોની બહુમતી છે. આ સમુદાયને એક નામાંકિત અને ઉચ્ચ કક્ષાના ગણવામાં આવે છે. સ્વતંત્રતા પહેલાના સમયમાં ગુજરાતમાં આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય નાના-મોટા ઘર ઉપયોગની વસ્તુઓ બનાવવાનો હતો. તેમાથી મોટા ભાગના યુવાનો ચાકુ, છરી અને તલવાર વગરેની ધાર કાઢવાનું કામ કરતાં હતા.

રજવાડાના સમયમાં સરણિયા સમુદાયની મહિલાઓ અને છોકરીઓ યુધ્ધમાં સૈનિકો અને સેનાપતિઓના મનોરંજનનું માધ્યમ હતી. નાચવા અને ગાવા દ્વારા મનોરંજન કરતી અને એ ઉપરાંત સેનાપતિઓ અને મુખ્ય સૈનિકોને શરીર સુખ પણ આપતી હતી. વર્તમાન સમયમાં પણ આ સમુદાય આ ગંદકીમાંથી બહાર નથી નીકળી શક્યું.

આ ગામમાં દરેક છોકરીને યુવાન થતાંની સાથે જ દેહ વ્યાપારમાં જવું ફરજિયાત બની જાય છે. વાડિયા ગામમાં દિકરીને તેના માતા-પિતા અને ભાઈ જ વેશ્યાવૃતિમાં જવા માટે મજબૂર કરે છે. અહી વેશ્યાવૃતિને પરંપરાના રૂપમાં સ્વીકારવામાં આવી છે.

આ ગામમાં આવેલી દરેક સ્ત્રી એટલે કે દિકરી, માતા, બહેન અને વૃધ્ધા પણ દેહ વ્યાપારમાં જોડાયેલી છે. અહી દીકરીઓ લગ્ન વગર જ કુંવારી માતા બની જાય છે. આ ગામમાં કોઈ નાની દિકરી પણ માં બને તો આશ્ચર્યની વાત નથી. વાડિયા ગામમાં પરિવારમાં જન્મેલી દિકરીને દુનિયાદારીની સમજણ આવે તે પહેલા જ તેને પોતાના ભાઈ કે બાપ દ્વારા દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે.
નાની ઉમરમાં આ ધંધામાં ધકેલાઇ જવાના કારણે અહી સ્ત્રીઓ નાની ઉમરમાં જ જાતિય રોગોનો ભોગ બને છે. આ ગામમાં કોઈ દિકરી મજબૂરીને કારણે વેશ્યા બનવાનું નથી સ્વીકારતી પરંતુ અહી જન્મ થતાની સાથે જ તેનું ભવિષ્ય નક્કી કરી દેવામાં આવે છે.

આ ઉપરાંત એક અલગ સ્ટોરી બીજી પણ વાંચો

અહીં 20 રુપિયાના સ્ટેમ્પ પર વેચવામાં આવે છે છોકરીઓ, જાણો પૂરી કહાની

આજે એક એવા ગામની વાત સામે આવી રહી છે કે જેને જાણીને તમારા રુવાટા ઉભા થઇ જશે, આ કહાની દર્દનાક છે. આમા અનેક વસ્તુ આ કહાનીમાં દબાવી દેવામાં આવી છે. આ મધ્ય પ્રદેશના નાના ગામથી સંબંધિત છે. તો ચાલો શરૂ કરીએ…

તમે મધ્યપ્રેદશ વિશે જાણો છો, તો તમે ‘શિવપુરી’ વિશે જરુર જાણતા હશો અને જો તમને આ ગામ વિશે ખબર ન હોય તો તમારે ચોક્કસપણે આ વિશે જાણવું જોઈએ. શિવપુરી એક એવો વિસ્તાર છે જ્યાં છોકરીઓની સોદાબાજી કરવામાં આવે છે. મીડિયામાં આવા અનેક રૅકેટનો ખુલ્લાસો થાય છે. અથવા પોલીસ અહીંથી છોકરીને મુક્ત કરવા પહોંચી જાય છે.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થાને છોકરીઓ માત્ર 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચાય છે.
હકીકતમાં, આ શિવપુરીમાં લાંબા સમયથી ચાલી રહ્યું છે. ત્યા, છોકરીઓની સોદેબાજીનો આ ગોરખધંધો ‘ધડિચા’ નામની પ્રથાને લીધે કરવામાં આવે છે. સદીઓથી ગામના લોકો આ પ્રથાને અનુસરે છે. આ પરંપરા હેઠળ ત્યા છોકરીઓ 20 રુપિયમાં લોકોના મનોરંજનનો સામાન બની જાય છે.

આ પંરપરા મહિલાઓ અને છોકરીઓના ખરીદવા અને વેચવાની પ્રથા છે, જેમનો શિકાર સ્ટેમ્પ પર સહી થતા જ બદલી જાય છે. તમને વિશ્વાસ નહીં આવે કે જ્યા કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે તે એક રાતે માટે કરવામાં આવે છે. ક્યારેક વધારે પૈસા મળવા પર સંબંધ લાંબા સમય સુધી રહે છે. ઓછી રકમ આપનારાઓને વધુ પૈસા નથી મળતા.

જેવો જ કોઇ ગ્રાહકના કરારનો ખત્મ થાય છે તો, તેમને મોકલવામાં આવેલી મહિલાને કોઇ અન્ય માણસ માટે તૈયાર કરવામાં આવે છે. આ સોદેબાજીના કારણે, આ ગામ માત્ર રાજય જ નહીં પૂરા દેશમાં બદનામ છે. આ ગામ રહેતી મહિલાઓ કહે છે કે આ પરંપરને ખત્મ કરવા માટે ઘણી વખત સરકારે પ્રયાસો કર્યા પણ ખત્મ ન થઇ, આ ગામમાં જોડાયેલા કેટલાક ચોકાવનારા વીડિયો તમને યૂટુબ પર જોવા મળશે. આ ઉપરાંત કેટલાક મીડિયા રિપોર્ટ પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જે આ ગામની હકીકત બતાવે છે.

Leave a Reply

Your email address will not be published.