ગુજરાતીઓ હવે દેશ વિદેશમાં નામ કમાવા લાગ્યા છે. એ પછી ભલે ગમે તે ફીલ્ડ હોય પણ ગુજરાતીઓ મોખરે રહે છે. એવી જ એક ગુજરાતણની કહાની આજે તમારી સમક્ષ પેશ કરીએ છીએ. મીસ ઈન્ડિયામાં ભાગ લઈ ચૂક્યા બાદ હવે મીસ ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં ભાગ લેવા જઈ રહી છે. આ ગુજ્જુ દિકરીએ ગુજરાતનું ગૌરવ વધારવામાં ઘણું યોગદાન આપ્યું એવું કહી શકાય.
આ યુવતીનું નામ છે કેયા વાઝા. આ દીકરી આદિવાસી અંતરિયાળ વિસ્તાર એવા અરવલ્લીના ભીલોડાના માંકરોડા ગામની યુવતી છે. ગામડામાં અભ્યાસ પુરો કરીને અમદાવાદ ખાતે બીએસસી કરવા આવી હતી.
પોતાની સુંદરતા નીખારવા તેણે મહેનત કરી અને મીસ ઈન્ડિયાના મુકામ સુધી પહોચી ગઈ. પરંતુ મીસ ઇન્ડિયાના ખિતાબ જીતવામાં તે સફળ ન રહી. હવે તે મીસ ઇન્ડિયા ઈન્ટરનેશનલ 2019માં ભાગ લીધો અને દમ બતાવ્યો
આમ તો કેયાને બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સનો એવોર્ડ પણ મેળવ્યો. કેયાએ અનેક પ્રકારના ફોટોશૂટ પણ કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. કેયાનું સ્વપ્ન છે કે તે મિસ ઓબિર્ટ વલ્ડ વાઈડ પેજન્ટમાં જવું છે. આ ઉપરાંત યુવતીને મુવીમાં કામ કરવાની પણ ઈચ્છા છે. તો જુઓ કેયાના કેટલાક ફોટો…