ગુજરાતના આ હેવાને તો હદ વટાવી! મન ભરીને શરીરસુખ માણ્યા બાદ સગીરાને તરછોડી, દગાબાઝ એટલેથી ન અટક્યો…

GUJARAT

ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય લોકો સાથે દોસ્તી કરવી ભારે પડી રહી છે. મહિલાઓ અને યુવતીઓને સોશિયલ મીડિયામાં અજાણ્યા શખસો સાથે પોતાના અંગત પળોના ફોટા એકબીજા સાથે શેર કરવા આપને ભારે પડી શકે છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ સ્ટેશને એક કિસ્સો નોંધાયો છે.

જિલ્લામાં સોશિયલ મીડિયામાં સગીરા સાથે દોસ્તી કરીને તેણે લગ્નની લાલચ આપીઅનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે સગીરા સાથે યુવકનું મન ભરાઈ જતા તેણે તરછોડી દીધી હતી. એટલું જ નહીં, સગીરાના બીભત્સ ફોટાઓ સગીરાના પરિવારજનો અને તેના ગામના વાયરલ કરી અને બદનામ પણ કરી મૂકી હતી. ત્યારે પોલીસે આરોપીને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વલસાડના પારડી પોલીસ સ્ટેશન હદમાં આવેલ એક ગામમાં એક સગીરાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નવેરી ગામના દાદરી ફળિયામાં રહેતા દિપકભાઇ પ્રકાશભાઈ નાયકા નામનો આરોપી તેના બાજુમાં ગામની એક સગીરાને અવારનવાર ગામમાં મળી અને દોસ્તી કરી હતી. આરોપી દીપક સુરતમાં હીરા ઘસતો હતો. આથી આરોપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સુરત લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ આરોપીએ સગીરાને તરછોડી દીધી હતી.

આવું વારંવાર બનતા સગીરા આખરે કંટાળી ગઈ હતી. એવામાં ફરી એક વખત સગીરાનું શોષણ કરવા તેની પાસે રહેલા સગીરાના અંગત પળોના ફોટા અને બિભત્સ વિડિયો અને ફોટા અને સગીરાના પરિવારજનોને મોકલી અને ગામમાં પણ આ સગીરાના ફોટા વાયરલ કરી બદનામ કરી હતી. આ સમગ્ર હકીકત પીડિતાએ પરિવારજનોને જણાવતા પીડિતાના પરિવારજનોએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.

આમ એક સગીરાને પોતાના ગામના યુવાન સાથે દોસ્તી અને પ્રેમ કરવો ભારે પડ્યો છે. દિલીપ નાયકા દ્વારા સગીરાના ચારિત્રનું હનન તો કર્યું જ હતું, પણ દિલીપ દ્વારા વારંવાર આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવા અગાઉ જ પ્લાન ઘડી રાખ્યો હતો. જેથી સગીરાના ન્યૂડ ફોટો પણ પાડી લીધા હતા. આમ દિલીપે ભોગ બનનાર સગીરા સાથે લગ્ન તો ન કર્યા પરંતુ તેના ફોટોને ગામમાં પણ વાયરલ કરી દીધા હતા.

સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ કરી અને પીડિતાને ફોટા વાયરલ કરી એને બદનામ કરતા આરોપી દીપક નાયકાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *