મિત્રો હાલના સમયમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને દિવાળીના વેકેશનની અંદર તમામ પરિવારો બહાર ફરવા માટે જતા હોય છે આજે અમે તમને ગુજરાતમાં આવેલા એક એવા સ્થળ વિશે વાત કરવાના છીએ જે સ્થળ ઉપર જો તમે તમારા પરિવાર સાથે જાઓ છો અને જો બે થી ત્રણ દિવસો પણ વિતાવો છો તો તમને ખૂબ જ આનંદ થવાનો છે અને તમને એમ જ થશે કે અમે અહીંયા જ રહીએ તો ચાલો હવે અમે તમને એ સ્થળ વિશે જણાવીએ જ્યાં તમને ખૂબ જ આનંદ આવવાનો છે.
મિત્રો ગુજરાતની અંદર એક સ્થળ આવેલું છે જેને ઇકો ટુરીઝમ તરીકે ઓળખવામાં આવે છે જેને પદમ ડુંગળીના નામે ઓળખીએ છીએ જે બારડોલી પાસેથી જવાય છે અને ત્યાંથી બે ત્રણ ગામો મૂકીને આ પદમ ડુંગરી આવેલું છે પદમ ડુંગળી ખૂબ જ સરસ છે અને તમામ પરિવારો અહીંયા રહેવા માટે આવતા હોય છે ફરવા માટેની ખુબ જ શ્રેષ્ઠ જગ્યા છે અને સામાન્ય રીતે અહીંયા પરિવારોને રહેવા માટે ઘર પણ મળી રહેતા હોય છે જેના કારણે તેઓ પોતાની વેકેશનની યાદગાર ક્ષણો પદમ ડુંગળીમાં મનાવી શકે છે.
ડુંગળી ની અંદર સામાન્ય રીતે જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે તમને જાતજાત અને ભાથી ભાતીની ઘણી બધી ટ્રેડિશનલ વસ્તુઓ જોવા મળશે ત્યાંની ટિકિટ માત્ર ₹50 છે ₹50 ની ટિકિટ ની અંદર તમે ત્યાં જઈ શકો છો તેની પાર્કિંગ ફ્રી પણ ખૂબ જ ઓછી છે જેના કારણે તમને વધારે ખોટ જવાની નથી અને તમને ખૂબ જ મજા આવવાની છે જે ₹50 લેવામાં આવે છે તેના કરતાં પણ વધારે તમને ત્યાં બધું જોવા મળવાનું છે તમે જેવા એન્ટર થાવ છો એટલે તમને આખા સ્થળની અંદર હરિયાળી જોવા મળે છે જેનાથી તમારો દિલ એકદમ ખુશ થઈ જશે જે લોકો કુદરત પ્રેમી હોઈ શકે તે લોકોને આ જગ્યા ખૂબ જ પસંદ આવે છે.
કહેવાય છે કે તમામ લોકો જે લોકો કુદરત પ્રેમી છે તે લોકો અહીં આવતા હોય છે ઉત્પાદન ડુંગળીની અંદર ધોધ પણ આવેલો છે અને ત્યાં ઘણા બધા લોકો નહાતા પણ હોય છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો ખૂબ જ સરસ સ્થળ આવેલું છે અને તમામ લોકો કે જેઓ ને પોતાના પરિવાર સાથે સમય વિતાવવો હોય તે લોકો યાદગાર ક્ષણો બનાવવા માટે પદમ ડુંગરીમાં આવી શકે છે અહીંયા રહેવા માટેનું ભાડું પણ તદ્દન ઓછું છે અને જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા રહેવા માટે આવે છે તો તેઓને એમ જ થશે કે તેઓ કુદરતની વચ્ચે કુદરતના ખોળે આવી ગયા છે અને અદભુત અનુભૂતિની શાંતિ થશે.