ગુજરાતી ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઇ, સામે આવી તસવીરો

GUJARAT

ટીમ ઈન્ડિયાના લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલે 20 જાન્યુઆરીએ પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસને વધુ ખાસ બનાવતા અક્ષરે તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી. અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને દરેકને આ માહિતી આપી હતી. અક્ષર પટેલની સગાઈના સમાચાર બહાર આવતાની સાથે જ સાથી ખેલાડીઓ અને તેની ટીમ ઈન્ડિયાના ચાહકો અક્ષરને અભિનંદન પાઠવી રહ્યા છે. અક્ષર પટેલ હાલમાં ભારતીય વનડે ટીમમાંથી બહાર છે.

2021ની સાલમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર અક્ષર પટેલે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આજે જીવનની નવી શરૂઆત છે, આજથી હંમેશા સાથે. તમને કાયમ માટે પ્રેમ.’ અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે તેની મંગેતર મેહા સાથે રિંગ પહેરાવતા દેખાય છે.

ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓમાં ‘બાપુ’ તરીકે ઓળખાતા અક્ષરે પોતાની મંગેતરને ખૂબ જ યાદગાર રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અક્ષરે તેના જન્મદિવસને તેના ખાસ દિવસ તરીકે પસંદ કર્યો અને તે જ દિવસે મંગેતરને લગ્ન માટે પ્રપોઝ કર્યું. અક્ષરની તસવીરોમાં ‘Marry Me’નું બોર્ડ આ વાતની તરફ ઈશારો કરી રહ્યું છે.

રાહુલ ચાહરે પણ કોમેન્ટ કરીને અભિનંદન આપ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવ, આઈપીએલ ટીમ દિલ્લી કેપિટલ્સ, ક્રિકેટર મોહિત શર્મા, ઇશાન કિશન, એક્સપર્ટ જતીન સપરું તમામે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટે તો લખ્યું હતું કે તો ચાલો હવે કરો કંકુના. સામે અક્ષરે લખ્યું હતું કે તમે હવે શાંતિ રાખો તો સારું. આ સિવાય ક્રિકેટર શિખર ધવન, આરપી સિંઘ, ચહલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટર્સે શુભેચ્છા પાઠવી હતી.

પોતાની તસવીરો પોસ્ટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાના સભ્યોની તરફથી અક્ષર પટેલને અભિનંદન પાઠવવાનું શરૂ થઇ ગયું. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંતે અક્ષરને મજાકિયા અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ ટીમના સાથી રિષભ પંતે Axarની Instagram પોસ્ટ પર ટિપ્પણી કરી, ‘મારા થેપલાને અભિનંદન.’

2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં પદાર્પણ કરનાર અક્ષર પટેલ માટે ગયું વર્ષ યાદગાર રહ્યું. અક્ષર પટેલે 5 ટેસ્ટ રમી જેમાંથી તેણે 36 વિકેટ પોતાના નામે કરી. આ 5 ટેસ્ટ મેચોમાં અક્ષરે 5 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી અને એક વખત ટેસ્ટમાં 10થી વધુ વિકેટ લીધી હતી. તો બેટથી પણ અક્ષરનું પ્રદર્શન સારું રહ્યું હતું. 5 ટેસ્ટની 8 ઇનિંગ્સમાં અક્ષરે 29.83ની એવરેજથી 179 રન બનાવ્યા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.