આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં ગરમ હવામાનનો અંત આવશે અને ઠંડીનું જોર વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ગરમીનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. હાલ ગુજરાતમાં શુષ્ક વાતાવરણ છે. ડિસેમ્બર માસનો અડધો સમય વીતી ગયો છે પરંતુ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. કચ્છના નલિયામાં આજે સૌથી વધુ ઠંડી પડી છે. નલિયામાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી અને અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.