ગુજરાતમાં એક બાદ તાલિબાની સજાના કિસ્સાઓ સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ગત મહિને જ એક બાદ ત્રણથી વધારે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે આ મહિનાની શરૂઆતમાં પણ તાલિબાની સજાનો ચોંકાવનારો કિસ્સો સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં ગામના જમાઈની બાઈક પર બેસીને આવતી મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેનું માથાના વાળ કાપી દીધા હતા.
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના સંચેરી ગામનો આ બનાવ છે. જેમાં સંચેરી ગામની મહિલા અને પુરુષને તાલિબાની સજા આપવામાં આવી હતી. રાયગઢ બેંકના કામકાજ બાદ બંને જણા એક બાઈક પર પરત આવતા ભારે હંગામો મચી જવા પામ્યો છે. ગામના જમાઈના બાઈકમાં બેસીને આવતાં ગામ લોકોએ મહિલાને ઢોર માર માર્યો હતો.
આમ ગામના જમાઈની બાઈક પર બેસવાનું મહિલાને ભારે પડી ગયું હતું. મહિલાને મૂઢ માર મારી માથાના વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા. આ મામલે તાલિબાની સજાથી ગાભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંભોઇ પોલીસ સ્ટેશને છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તાલિબાની સજા આપનારા જેલના સળીયા પાછળ ધકેલાયા છે. જો કે આ ઘટનાને પગલે જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.