આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાને લઇને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હવેથી આગામી રવિવારે જેઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેઓને પણ હવે રસી આપવામાં આવશે. કોરોનાના થર્ડ વેવને લઇને હાલમાં સરકાર ગંભીર છે. રાજ્યમાં હવે ધીમે ધીમે છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. રાજ્યમાં તમામ નાગરિકોને વેક્સિન આપીને સુરક્ષિત કરાશે. જો કે રાજ્યમાં ત્રીજી લહેર આવે નહીં તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.
ગુજરાત સરકારે આજે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ 400 રૂપિયામાં થશે. સરકારે ટેસ્ટમાં 300 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અગાઉ ખાનગી લેબમાં 700 રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. ત્યારબાદ દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 550 રૂપિયા લેવામાં આવશે. જ્યારે અગાઉ દર્દીના ઘરે RTPCR ટેસ્ટ માટે 900 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે. એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના 2700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલાં એરપોર્ટ પર તેના 4 હજાર રૂપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતાં.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, HRCT ટેસ્ટમાં 500 રૂપિયા ઘટાડી 2500 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટીસ્કેનનો દર 3 હજાર હતો જેમાં 500 રૂપિયાનો ઘટાડો કરી 2500 હજાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 1 કરોડ 61 લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી 91 લાખ 95 હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘મેડિકલ કોલેજોમાં સિટીસ્કેન મશીન ખરીદાશે. સોલા, ગાંધીનગર અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં MRI મશીન ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી છે. 82.50 કરોડના ખર્ચે 17 સીટી સ્કેન મશીન ખરીદવા મંજૂરી અપાઇ છે. જ્યારે સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટુંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પંડિત દિનદયાલ સાંધ્ય ક્લિનિક શરૂ કરાશે. ઝૂંપડપટ્ટી, કામદાર વિસ્તારોમાં પણ ક્લિનિક શરૂ કરાશે. દરરોજ સાંજે ખાનગી તબીબો સેવા આપશેય