ગુજરાતના આ શહેરમાં કોરોના વકરવાના એંધાણ, ઓક્સિજનની ટેન્કો રખાઇ તૈયાર

GUJARAT

વડોદરા માં છેલ્લા 7 દિવસ બાદ ફરી કોરોના વકરી રહ્યો છે ત્યારે દિવાળીમાં જોવા મળી રહેલી લોકોની બેદરકારી બાદ તંત્ર કેટલું સજ્જ છે તે મામલે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તો આવો અંગે આપને જણાવીએ.

વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસ કોરોનાના શૂન્ય કેસ જોવા મળ્યા હતા અને જેવી દિવાળીનો પર્વ નજીક આવવા માંડ્યો ત્યાં ફરી છેલ્લા 3 દિવસથી 5થી વધુ દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે.

એસ.એસ.જી હોસ્પિટલના કોવિડ વિભાગના ઓબઝર્વર ડો.બેલીમનું કહેવું છે કે નાગરિકો જે રીતે કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે તેને જોતા તંત્ર પણ તૈયાર છે. હાલ એસ.એસ.જી.હોસ્પિટલમાં 40,000 લીટરની બે લિકવિડ ઓક્સિજન ટેન્ક છે જ્યારે 8 બોટલ ગેસ દૈનિક આવે જ છે. બીજાવેવ માં 800 કોવિડ બેડ હતા ઉપરાંત 450 આઇસીયુ બેડ હતા જે હાલમાં પણ ગમે ત્યારે શરૂ કરી શકાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published.