ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

GUJARAT

લક્ષદ્વીપ પાસે સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની સંભાવનાઓ વચ્ચે શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હજુ આગામી ચાર દિવસ વરસાદ પડવાની સંભાવના છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજથી ચાર દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરતમાં 7 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ વચ્ચે શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.

ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની સંભાવનાઓ વચ્ચે શનિવારે સવારથી જ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની શક્યતા નહિવત્ છે. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *