ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી, નલિયાનું તાપમાન સૌથી નીચું

GUJARAT

ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. તો હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. નવાવર્ષમાં રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી. વલસાડ અને નલિયામાં લધુત્તમ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.

પવનો બદલાઈને ઉત્તર-પૂર્વ અને પૂર્વના થવા સાથે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જો કે બપોર સુધીમાં તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી જાય છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયા અને વલસાડમાં 16 ડિગ્રી, ડીસામાં 17 ડિગ્રી, તેમજ રાજકોટ અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ સાથે સવારે રાજ્યભરમાં ઠંડી અનુભવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.