ગુજરાતમાં આ તારીખે ફરી કમોસમી વરસાદની આગાહી!

Uncategorized

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે. 5મી જાન્યુઆરીએ વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદથી રવિપાકને નુકસાનની ભીતિને લઈને જગતનો તાત મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે કે આવનારા 3 દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે. આગામી 5 તારીખે કમોસમી વરસાદની આગાહી હોવાથી જગતનો તાત પરેશાન છે.

કયાં ક્યાં થશે વરસાદ

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પણ કેટલાક વિસ્તારો છે જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ સિવાય રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવનો ફુંકાવવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે.

જગતનો તાત ફરી એકવાર ચિંતામાં

હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ફરી એકવાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા માટે ખુલ્લામાંથી પાકને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં હવામાન વિભાગે 5 જાન્યુઆરીએ વરસાદનું અનુમાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *