ગ્રીષ્મા હત્યા કેસ: કોર્ટે ફેનિલને પૂછ્યું તને મૃત્યુદંડ કેમ ન આપવો?

GUJARAT

સુરત ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી ફેનીલને કોર્ટમાં લવાયો છે. તેમાં કોર્ટમાં હત્યા કેસ અંગે સુનાવણી શરૂ કરાઇ છે. આજે બંને પક્ષો વચ્ચે સજા બાબતે દલીલો થશે. કોર્ટે ફેનિલને પૂછ્યું તમને મૃત્યુદંડ કેમ ન આપવો? તથા ગ્રીષ્મા વેકરીયાનો પરિવાર ફાંસીની માગ કરી રહ્યો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી ફેનીલને કોર્ટમાં લવાયો

ઉલ્લેખનીય છે કે સુરત ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે. તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી ફેનીલને કોર્ટમાં લવાયો છે. જેમાં થોડીવારમાં સજા અંગે દલીલો શરૂ કરાવામાં આવશે. તથા જજ વિમલ કે.વ્યાસની કોર્ટમાં દલીલો કરવામાં આવશે.

ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો

ગઇકાલે ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં ફેનીલે જાહેરમાં ગળુ કાપીને ગ્રીષ્માની હત્યા કરી હતી. તેથી સેશન્સ કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. ગ્રીષ્મા કેસમાં સજા માટે આજની મુદત પડી છે. તેમાં આજીવન કેદની સજા સંભળાવાય તેવી શકયતા છે.

જાણો સમગ્ર મામલો:

25 ફેબ્રુઆરીથી કેસની સુનાવણી સુરત કોર્ટ ખાતે શરુ થઇ હતી. જેમાં આ કેસમાં કુલ 105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. તથા સરકાર પક્ષ દ્વારા ફેનિલને આકરી સજા થાય તેવી માંગ કરાઈ છે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. ગ્રીષ્મા હત્યા મામલે કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

300 પાનાનું આરોપીનું નિવેદન. 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 90 જેટલા સાક્ષીઓ તપાસમાં આવ્યા હતા. 125 થી વધારે દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદ ની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કરાયા છે.

સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા ગત સુનાવણી ટળી હતી. જેથી 21 એપ્રિલે એટલે કે આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપી શકે છે. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *