ગોવા બીચ પર સપના ચૌધરીએ લગાવ્યા જોરદાર ઠુમકા, જૂઓ વીડિયો

Uncategorized

બિગ બોસ ફેમ અને હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની રૂટિન લાઈફને લગતા અપડેટ્સ આપે છે. સપના નવા વર્ષ પહેલા વેકેશન માટે ગોવા પહોંચી છે અને ત્યાં ખૂબ એન્જોય કરી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને આની ઝલક બતાવી છે. તેણે ગોવાના બીચ પર ઈન્સ્ટા રીલ બનાવી છે. આ રીલમાં તે બીચ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે સપના પોતાની દેશી સ્ટાઈલથી અલગ વેસ્ટર્ન સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

સપનાના શાનદાર વેસ્ટર્ન મૂવ્સ

સપના ચૌધરીનો આ અવતાર પહેલીવાર જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સપનાએ ફ્લોરલ પ્રિન્ટ સાથે કોલ્ડ શોલ્ડર વન પીસ પહેર્યો છે. તેની પાછળ ઉંચા પર્વતો જોવા મળી રહ્યા છે. સમુદ્રના મોજા તેના પગ પાસે આવતા અને જતા હોય છે. આ મોજા વચ્ચે તે અંગ્રેજી ગીત ‘બેલી ડાન્સર’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, તે શાનદાર વેસ્ટર્ન મૂવ્સ પણ બતાવી રહી છે.

સપનાએ પોતાને ક્યૂટ કહ્યું

આ વીડિયોને શેર કરતી વખતે સપના ચૌધરીએ લખ્યું કે, “જો આ ક્યૂટ છે, તો હું તેણે ચાહું છુ. સપનાના આ કેપ્શન પરથી લાગે છે કે દેશી ગીતો પછી તે વિદેશી ધૂન પર પોતાનું પરફોર્મન્સ બતાવવા માંગે છે. સપના ચૌધરીના આ ડાન્સ મૂવ્સને જોયા બાદ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. લોકો તેની વેસ્ટર્ન સ્ટાઈલના દિવાના થઈ રહ્યા છે. સપનાના આ વીડિયો પોસ્ટ પર લોકો કોમેન્ટ કરીને તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે.

ચાહકો કરી રહ્યા છે ડાંસના વખાણ

સપના ચૌધરીના એક ફેન્સે લખ્યું, “ઓસમ ડાન્સ મેમ.” અન્ય એક પ્રશંસકે લખ્યું, “વિશ્વાસ નથી આવતો કે તે તમે છો.” અન્ય એક પ્રશંસકે લખ્યું, “ઓ દેશી ગર્લ ખુબ જ શાનદાર.” સપના ચૌધરીના આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને તેને 50 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.