ગર્લફ્રેન્ડને ભૂલથી પણ ન કહેશો આ 6 વાતો, નહીં તો…

nation

ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના સંબંધો અંડરસ્ટેન્ડિંગ, લવ, કેયર પર ડિપેન્ડ કરે છે કે તે કેટલો લાંબો ચાલશે. કેટલાક લોકોના રિલેશન વર્ષો સુધી ચાલે છે તો કેટલાકના રિલેશન જલ્દી ખતમ થઈ જાય છે. રિલેશનશીપમાં કેટલીક ચીજનું ધ્યાન રાખીને તેને વધારે મજબૂત બનાવી શકાય છે.

ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના સંબંધો હોય છે નાજુક

પ્રેમ, રિલેશન, ડેટિંગ તમામના કોઈની પણ લાઈફમાં મહત્ત્વ હોય છે. કપલ્સ રિલેશનશીપમાં આવ્યા બાદ પ્રેમની અનુભૂતિ સાથે જીવે છે, ફોન પર વાત કરવું, ચેટ કરવું, સાથે ફરવું, એકમેકની સાથે સમય વીતાવવા, ડેટ પર જવાનું એવું છે જેનાથી તમારા સંબંધો મજબૂત બને છે. ઘણી વાર એવું પણ બને છે કે કપલ્સ એકમેકની સાથે સમય પસાર કરે છે ત્યારે તેમનામાં મતમતાંતર જોવા મળે છે. હું સમજી શકું છું કે રિલેશનમાં નાના મોટા ઝઘડા થતા રહે છે અને અનેકવાર આ ઝઘડા એટલા વધી જાય છે કે બ્રેકઅપની સ્થિતિ આવે છે.

બોયફ્રેન્ડે ભૂલથી પણ ગર્લફ્રેન્ડને ન કહેવી જોઈએ 6 વાતો

સ્ક્રીન શોટ મોકલવા કહેવું

સ્ક્રીન શોટ મોકલવું આજના સમયમાં સૌથી વધારે બોલાતો શબ્દ છે. જ્યારે ગર્લફ્રેન્ડનો ફોન બીઝી હોય તો અનેક બોયફ્રેન્ડ તેમને સ્ક્રીનશોટ મોકલવા માટે કહે છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન રહેવાની જરૂર છે. યુવતીની પણ પર્સનલ લાઈફ છે અને તેના પણ મિત્રો છે જેનાથી તે વાત કરી શકે છે. તમે વારંવાર ફોન બીઝિ આવે અને સ્ક્રીન શોટ માંગો તો તેને તમારા પર વિશ્વાસ રહેશે નહીં અને રીલેશન તૂટી જશે.

એક્સ વ્યક્તિ સાથે તુલના

યુવકો ખાસ કરીને આવી ભૂલો કરતા હોય છે.તેઓ ગર્લફ્રેન્ડની તુલના એક્સ સાથે કરી લેતા હોય છે. ભલે તમે મજાકમાં કહ્યું હોય પણ પાર્ટનરને આ વાત તકલીફ પહોંચાડી શકે છે. આ માટે ખ્યાલ રાખો કે તેમની તુલના અન્ય કોઈની સાથે ન કરો. આમ કરવાથી તમારા સંબંધોમાં અનદેખી તિરાડ પડી શકે છે.

બોડીશેપને લઈને કમેન્ટ

ગર્લફ્રેન્ડ હંમેશા તમારી પાસેથી તેના વખાણ સાંભળવા ઈચ્છે છે. તેઓ પોતાના ફિગર, હેલ્થને લઈને કોન્શિયસ હોય છે. આ સમયે જો તમે તેને કોઈ સ્પર્શી જનારી કમેન્ટ કરો છો તો તે દુઃખી થાય છે. શક્ય છે તેની મેડિકલ કંડીશનના કારણે તેનું વજન વધી ગયું હોય. આ સમયે તમારી નાની મજાક પણ તેને હર્ટ કરી શકે છે. જો તમે ગર્લફ્રેન્ડને આ વાતનો અહેસાસ કરાવવા ઈચ્છો છો તો તેની હેલ્થને લઈને લાઈટ વેમાં વાત કરો.

પરિવારના સભ્યોની મજાક

યુવક- યુવતીઓ વચ્ચે ડેટિંગના સંબંધને ખાસ માનવામાં આવે છે. તેમની વચ્ચે મજાક મસ્તી ચાલતી રહે છે. તેમાં તમે ક્યારેય એકમેકના ખાસ કરીને યુવતીના પરિવારની મજાક ન ઉડાવો. ખોટા શબ્દ બોલી જશો તો શક્ય છે કે તેને ઠેસ પહોંચે અને પછી તમને તેના ગુસ્સા કે નારાજગીથી કોઈ બચાવી શકશે નહીં.

દરેક સમયે ખામીઓ ગણાવવી

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી હોય છે. દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી જેમાં કોઈ ખામી ન હોય, તમારી ગર્લફ્રેન્ડમાં પણ ખામી હશે પણ તેને ગણાવતા જ રહેશો તો તે હર્ટ થશે. તેને વારંવાર કોઈ વાતે ટોકતા રહો તે પણ યોગ્ય નથી. જો તમે પણ આવું કરો છો તો આ વાતને યુવતીઓ સહન કરી શકતી નથી અને તેને લાગે છે કે તે તમારા લાયક નથી, આ સમયે તમારો સંબંધ તૂટવાની શક્યતા રહે છે.
રોકટોક કરવી

જો તમે તમારી ગર્લફ્રેન્ડને વારે ઘડી ગમે ત્યાં જવા આવવા માટે, કોઈની પણ સાથે જવા આવવા માટે ટોકો છો તો તે ખોટું છે. તમારે તમારા સંબંધની સાથે તેને પર્સનલ સ્પેસ આપવી જરૂરી છે. તેની લાઈફ પર કાબૂ કરવાની કોશિશ કરશો તો તે તમારાથી દૂર જાય તે શક્ય છે. આ સમયે તમારા સંબંધો પર આંચ આવી શકે છે. તમે તમારી આ આદતને તરત જ બદલી લો તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *