આજકાલ તો લગ્ન પહેલા જ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ લિવ ઈનમાં રહેવા લાગ્યા છે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને જોબ દરમિયાન લગ્ન માટે તો જાણે સમય જ નથી મળતો. આ કારણે પણ અનેક કપલ લગ્ન વગર લિવ ઈનમાં રહે છે. પેન્સિલ્વેનિયામાં રહેનારી ટ્રેસી દૌડ્સે તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે એક ઘર ખરીદ્યુ હતું. તે અને તેનો પ્રેમી એક સાથે ઘરમાં રહેતા હતા.
ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી આવતી હતી ગંદી વાસ
ન્યૂયોર્ક ટાઈમ્સની ખબર મુજબ ઘર ભલે ગર્લફ્રેન્ડે ખરીદ્યુ હતું, પરંતુ તેની દેખભાળ અને તમામ કામ બોયફ્રેન્ડ જ કરતો હતો. શરૂઆતમાં તો બધુ ઠીક હતું, પરંતુ થોડા દિવસ બાદ બોયફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી ગંદી વાસ આવવા લાગી. આ ગંદીવાસ મોટા ભાગે રાતે જ આવતી હતી. તેનાથી બોયફ્રેન્ડનું તે ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. બોયફ્રેન્ડ વિચારતો હતો કે તેની ગર્લફ્રેન્ડ રાતે એવું તે શું કરે છે કે તેના બાથરૂમમાંથી આટલી ગંદી વાસ આવે છે.
ત્યારબાદ બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડના બાથરૂમની તપાસ કરી. બોયફ્રેન્ડને ખબર પડી કે કદાચ ગર્લફ્રેન્ડના બાથરૂમની અંદર કોઈ જીવ કે બિલાડી મરી ગઈ હતી જેના કારણે આટલી બધી વાસ આવે છે. બોયફ્રેન્ડે ભાળ મેળવવા માટે પ્લમ્બરને બોલાવ્યો. જ્યારે બાથરૂમમાં કોઈ મરેલા જાનવરની તપાસ શરૂ થઈ અને પછી તો જે રહસ્ય ખુલ્યું તે જોઈને બોયફ્રેન્ડના તો હોશ ઉડી ગયા. બોયફ્રેન્ડને બાથરૂમમાંથી કઈક એવું મળ્યું કે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહતી કરી.
બાથરૂમનું ખોદકામ કરતા હોશ ઉડ્યા
બોયફ્રેન્ડે જ્યારે તેની ગર્લફ્રેન્ડના બાથરૂમમાં અંદર થોડું ખોદકામ કર્યું તો તે ડરનો માર્યો બૂમો પાડવા લાગ્યો. કારણ કે બાથરૂમના ટાઈલ્સ નીચે એક માણસનું કંકાળ હતું. આ જોઈને ગર્લફ્રેન્ડને પણ વિશ્વાસ ન આવ્યો. તેણે ઘર લીધુ તે પહેલા કોઈ માણસના મૃતદેહને ત્યાં દફનાવવામાં આવ્યો હતો. આ મૃતદેહ સડી ગયા બાદ ત્યાંથી ગંદીવાસ આવતી હતી. ત્યારબાદ કપલે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ત્યાં લાશને ઘણા દિવસ પહેલા છૂપાવવામાં આવી હતી. આ ઘટના બાદથી ગર્લફ્રેન્ડતો આઘાતમાં સરી પડી છે. તેને વિશ્વાસ જ નથી થતો કે સડતી લાશ ઉપર તે આટલા દિવસથી ન્હાઈ રહી હતી