જો તમે હપ્તેથી એટલે કે લોનથી ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે શ્રેષ્ઠ તક છે. કારણ કે હાલ હોમ લોનના દર ઘણા નીચા છે. આ કડીમાં કોટક મહિન્દ્રા બેન્કે બોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
કોટક મહિન્દ્રા બેન્કે હોમ લોનના વ્યાજ દરમાં 15 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. હવે હોમ લોનના વ્યાજના નવા દર 6.5 ટકા વાર્ષિક હશે. પહેલાં આ દર 6.65 ટકા હતો. એટલે કે નવા ગ્રાહકોને EMIમાં બચત થશે.
કોટક મહિન્દ્રા બેન્કે કહ્યું કે હોમ લોનના વ્યાજના નવા દર 10 સપ્ટેમ્બર એટલે કે આજથી લાગૂ થશે. એટલે કે ગ્રાહકોને આજથી આ ઘટાડાનો લાભ મળવા લાગશે. આમ તો કોટક મહિન્દ્રા બેન્કની હોમ લોન હજી પણ સૌથી
ઓછા વ્યાજ દર પર મળી રહી છે.
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોનસુન ધમાકા ઓફરના અંતર્ગત 6.70 ટકા વ્યાજ દર લોન આપી રહ્યા છે. તો HDFC હોમ લોન 6.95 ટકાના વ્યાજ પર આપી રહ્યું છે. હાલ દેશમાં 16 બેન્કથી વધુ બેન્ક અને કેટલીય ફાઇનાન્સ કંપનીઓ 7 ટકાથી પણ નીચા વ્યાજદરે હોમ લોન આપી રહ્યું છે.