ઘરમાં પૂજા સમયે શા માટે કરવામાં આવે છે અગરબત્તી, જાણો છો?

GUJARAT

કોઇપણ પૂજા વિધિ હોય કે નિયમિત ઘરના મંદિરમાં સવાર-સાંજ ભગવાનની સામે અગરબત્તી કરવામાં આવે છે. પરંતુ આ અગરબત્તી કેમ કરવામાં છે? તેના વિશે આજ સુધી કોઇપણ પ્રકારનું સ્પષ્ટ કારણ જાણવા મળતું નથી. જ્યારે વડીલોને અગરબત્તી કરવા પાછળનું કારણ પૂછવામાં આવે તો તેઓ પણ અગરબત્તી પ્રગટાવવાને વર્ષોથી ચાલી આવતી પ્રથા ગણાવે છે. તો આવો અગરબત્તી પ્રગટાવવા વિશે માહિતી મેળવીએ…

આધ્યાત્મિક કારણ
અગરબત્તી પ્રગટાવવા પાછળ આધ્યાત્મિક કારણ છે. આપણે માનીએ છે કે અગરબત્તીથી જે ધુમાડો નીકળે છે એ તમારી કરેલી પૂજા-પ્રાર્થનાને સીધી ભગવાન પાસે લઇ જાય છે. આ તમારા વિચારને સુંદર અને પવિત્ર રાખે છે. માનવામાં આવે છે કે અગરબત્તીના ધૂમાડાથી વાતાવરણમાં સુંગધ ફેલાય છે, અને વાતાવરણ પવિત્ર ભક્તિમય બને છે. બીજા માટે શુભ ઇચ્છવાનું તથા સારું કાર્ય કરવા માટેની પ્રેરણા આપે છે.

મનોવૈજ્ઞાનિક કારણ
અગરબત્તીને કોઇ રોગ ઉપચાર માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે તમે અગરબત્તી પ્રગટાવો છો, ત્યારે એની સુંગધથી મગજ પર હિલિંગની પ્રક્રિયા થાય છે, અને મગજ શાંત થાય છે. તમે માનસિક રીતે રિલેક્સેશન અનુભવશો.

પૂજાના સમયે
ઇશ્વરની પૂજા કરતી વખતે અગરબત્તી કરવાથી તમારું મન અને મગજ એકાગ્ર થશે, તો તમે સમાધિની અવસ્થામાં આવી શકશો. તેનાથી તણાવ દૂર થશે.

ધાર્મિક વાતાવરણ
હિન્દુ પ્રથામાં જ્યારે તમે અગરબત્તી પ્રગટાવો છો, તો એ તમારી આસપાસની દુર્ગંધ દૂર કરીને સુવાસ ફેલાવે છે. તે સુવાસ ધાર્મિક વાતાવરણ ઊભું કરે છે, અગરબત્તીની સુંગધ માત્રાથી તમે સમજી શકો છો કે તે સ્થળે કોઇ ધાર્મિક કાર્ય ચાલી રહ્યું છે.

અનેક ફાયદા
અગરબત્તી માત્ર ધાર્મિક પ્રથાના જ ભાગ નહીં, આ ઘણાં વર્ષોથી ચીન, ઇજિપ્ત, તિબેટની પ્રથાઓમાં ચાલી આવી રહ્યું છે. તે એમનું ઉપયોગી ધાર્મિક પ્રસંગોમાં જ નહીં પણ એક એરોમા થેરાપીનું પણ કામ કરે છે. તેથી અગરબત્તી પ્રગટાવવાથી તમને અનેક ફાયદા થાય છે તેવું ફક્ત ધર્મ જ નહીં, પરંતુ વિજ્ઞાન પણ માને છે.

Leave a Reply

Your email address will not be published.