ઘરમાં કઈ દિશામાં રાખશો તિજોરી?, કુબેર જેવી ધન સંપત્તિ છલકાશે

about

ઘરમાં કઈ વસ્તુઓ કઈ જગ્યાએ રાખવી જોઈએ અને તેના શું પરિણામો આવે છે. તેની માહિતી વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે. દિશા પ્રમાણે ઘરમાં વસ્તુઓ રાખવાથી સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. ચાલો જાણીએ કે ઘરની કઈ દિશામાં તિજોરી રાખવી શુભ છે અને કઈ દિશામાં નુકસાનકારક છે.

ઘરની કઈ દિશામાં તિજોરી રાખવી શુભ છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા ઘનની દિશા છે. તિજોરીને આ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. અને પૂર્વ દિશાને ભગવાન ઈન્દ્રની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિશામાં તિજોરી રાખવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સુખ-શાંતિ પણ આવે છે.

શું દક્ષિણ દિશામાં તિજોરી રાખવી અશુભ છે?

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીનું મુખ દક્ષિણ દિશામાં હોય તો તિજોરીમાં પૈસા નથી રહેતા. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી આવતી. આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

આ પ્રકારના રૂમમાં તિજોરી ન રાખવી જોઈએ

માન્યતા અનુસાર, બે પ્રવેશદ્વારવાળા રૂમમાં તિજોરી ક્યારેય ન રાખવી જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. રૂમમાં એક જ પ્રવેશદ્વાર હોવો જોઈએ જ્યાં તિજોરી રાખવામાં આવી હોય અને તિજોરીનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.

આ વસ્તુઓને તિજોરીમાં રાખવી શુભ છે

પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી આ સોપારીને તિજોરીમાં રાખવી શુભ માનવામાં આવે છે. આનાથી આર્થિક વૃદ્ધિ થશે એવું માનવામાં આવે છે.

અને તિજોરી પાસે ક્યારેય સાવરણી ન હોવી જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી ધનહાનિ થાય છે. તેમજ તિજોરી પાસે કાળું કપડું ન રાખવું જોઈએ. તિજોરીમાં કાળા કપડામાં લપેટીને પૈસા ક્યારેય ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *