ઘરે આવ્યા બાદ આર્યને કર્યું ખાસ કામ, જાણીને લાગશે નવાઈ

Uncategorized

આર્યન ખાન જેલમાંથી 28 દિવસ બાદ મન્નત પરત આવ્યો છે.અહીં દીકરાને જોઈને માતા અને પિતાની આંખો ભરાઈ આવી છે. આર્યન ખાન કેસમાં તે પપ્પાના બોડીગાર્ડ રવિ સાથે ઘરે આવ્યો હતો. અહીં ફેન્સ અને પરિવારના લોકોએ તેનું સ્વાગત કર્યું હતું. ઘરે આવ્યાના 24 કલાકમાં આર્યને મોટો નિર્ણય લીધો હતો તેનાથી ફેન્સ હેરાન થયા હતા.

ત્રીજી વખતની સુનાવણીમાં આર્યનને મળ્યા જામીન

શાહરૂખ ખાન અને ગૌરી ખાન દીકરાને લઈને થોડા દિવસથી પરેશાન હતા અનેક શક્ય કોશિશ કર્યા બાદ પણ આર્યનની મુશ્કેલીઓ ખતમ થઈ રહી નહતી. 2 વારના જામીન કેન્સલ થયા બાદ ત્રીજી વારે જામીન મળ્યા અને તેમની આંખોમાં પણ ભાવનાઓનું પૂર જોવા મળ્યું.

આર્યને કર્યું આ કામ

આર્યને ઘરે આવ્યા બાદ એક મોટું પગલું લીધું. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીપીને ચેન્જ કરી દીધો છે. તેણે પોતાનો ફોટો પ્રોફાઈલથી હટાવી લીધો છે. ડીપીમાં ફોટોના બદલે વ્હાઈટ બેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યુ છે. સાથે તેના કેટલાક જૂના પોસ્ટ જોવા મળી રહ્યા છે. તેણે આવું શા માટે કર્યું તેને લઈને કોઈ માહિતિ સામે આવી રહી નથી.

કેદીઓને કર્યો છે મદદનો વાયદો

મળતી માહિતિ અનુસાર 3 અઠવાડિયાથી વધારે સમય જેલમાં રહ્યા બાદ આર્યનની બેરકના કેદીઓ સાથે ઓળખ થઈ હતી. આર્યને કેદીના પરિવારને આર્થિક મદદનો વાયદો પણ કર્યો છે. આ સાથે તેની વિરોધમાં ચાલી રહેલા કેસમાં પણ મદદ કરવા કહ્યું છે. આર્યન જેલમાંથી બહાર આવ્યા પહેલા અન્ય કેદીઓને મળ્યો હતો.

સિદ્ધિવિનાયક મંદિર જશે કિંગખાન

આર્યન મન્નતમાં ફેમિલિ સાથે સમય વીતાવી રહ્યો છે. તેના જામીનને લઈને ફેન્સે ઢોલ, ફટાકડા અને બેનર સાથે તેનું સ્વાગત કર્યું છે. મળતી માહિતિ અનુસાર આર્યનના ઘરે આવવાને લઈને તે સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *