ગત વર્ષે જોરદાર ઉછળેલા શેર્સથી સંવત 2078માં દૂર રહેવાની કેમ સલાહ આપી રહ્યા છે એનાલિસ્ટ?

share market

વિક્રમ સંવત 2077 શેરબજાર માટે ઘણું સારું રહ્યું. રોકાણકારોને સારું એવું વળતર પણ મળ્યું. શું વિક્રમ સંવત 2078 પણ એવું જ રહેશે? જો આ વર્ષે પણ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો તો કયા શેર ખરીદવા જોઈએ? આ અંગે ગોલ્ડીલોક્સ પ્રીમિયમ રિસર્ચના ફાઉન્ડર અને ચીફ સ્ટ્રેટેજિસ્ટ ગૌતમ શાહે રોકાણકારોને કેટલીક સલાહ આપી છે. તેમની પાસે સંવત 2078 માટે ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ અને રૂટ મોબાઈલ ટોપ પીક્સ છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું?

વિક્રમ સંવત 28077માં ઓટો અને નિફ્ટી ફાર્મામાં બીજા નિફ્કી સૂચકાંકો જેટલો ગ્રોથ નહોંતો જોવા મળ્યો. તમે તેમાંથી શું મેળવી રહ્યા છો અને શું હજુ આ ટ્રેન્ડ ચાલુ રહેશે?
પરિસ્થિતિ અને સેન્ટીમેન્ટ્સ ગત દિવાળી જેવા જ છે, કારણ કે એ સમયે આપણે કોરોનાની પહેલી લહેરમાંથી બહાર જ આવ્યા હતા. માર્કેટ ઘણું ઉપર ગયું હતું, મૂઝવણ એ હતી કે, ઉછાળાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે કે નહીં. જોકે, લિક્વિડિટીનો સંપૂર્ણ રીતે અંત આવ્યો અને આપણે જેવા કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવ્યા, આપણે 60,000થી વધુનું લેવલ સ્પર્શી લીધું અન હવે થોડી ચિંતા ઊભી થઈ છે કે, આ ઉછાળો ચાલુ રહેશે કે નહીં.

આપણા માટે ખૂબ સારું વર્ષ રહ્યું હતું. કિંમતમાં ઘણી બધી સકારાત્મકતા પહેલેથી જ ડિસ્કાઉન્ટ થયેલી છે. હું નથી માનતો કે સૂચકાંકો એ રીતે ઉપર જશે. હું હેડલાઈન સૂચકાંકો અંગે વાત કરી રહ્યો છું, માર્કેટ મોટાભાગે સેક્ટર અને સ્ટોક આધારિત આગળ વધશે અને એટલે આપણે રિટર્ન્સ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડશે .

શેરમાર્કેટ તૂટે ત્યારે ના ડરે નવા રોકાણકારો, અપનાવવી જોઈએ આ એકદમ સરળ ફોર્મ્યુલા

ઓટો અને ફાર્મા સેક્ટર પર પાછા આવીએ તો, 2020માં ઓટો સેક્ટર જોરદાર રહ્યું હતું. માત્ર છેલ્લા ચાર મહિના જ તેના માટે સારા નથી રહ્યા. સ્પષ્ટ રીતે તેમાં ફંડામેન્ટલ અને ચાર્ટિકલી સમસ્યા છે. એટલે ઓટો સેક્ટર માર્કેટ પરફોર્મર રહેશે. હું તેમાં કંઈ જબરજસ્ત મૂવેમેન્ટ નથી જોઈ રહ્યો. ફાર્મા સેક્ટર કે જે 2020ના લોથી ત્રણ ગણુ વધારે ઉપર ચડ્યું હતું તે પણ છેલ્લા ચાર-પાંચ મહિનાથી અંડરપરફોર્મ્ડ કરી રહ્યું છે. એટલે, હું તેમાં તાત્કાલીક કોઈ તક નથી જોતો. લિક્વિડિટી હવે અંડરપરફોર્મર્સમાં મૂવ થઈ રહી છે અને અમે રીયલ એસ્ટેટ, કેપિટલ ગુડ્સ, બેકિંગ ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકોને પસંદ કરી રહ્યા છીએ.

અંડરપરફોર્મર્સ બાસ્કેટ બનવા જઈ રહ્યા છે અને તેમાં આગામી 6થી 12 મહિનામાં નિશ્ચિત રિટર્ન મળશે. એટલે, ગોલ્ડીલોક્સનો મત છે કે, ગત વર્ષના વધારે ઉછળેલા શેર્સથી દૂર રહો અને અંડરપરફોર્મર્સને જાળવી રાખો. ત્યાં જ ખરું રિટર્ન મળશે.

તમે કહ્યું કે, અંડરપરફોર્મર્સ આગળ જતા સારો દેખાવ કરશે. સંવત 2078માં કયા અંડરપરફોર્મર્સ સારો દેખાવ કરશે તેની ઓળખ કોઈ કઈ રીતે કરી શકે?
અંડરપરફોર્મર્સ એક સંવેદનશીલ શબ્દ છે. જો કોઈએ ખરેખર છેલ્લા કેટલાક વર્ષોમાં અંડરપરફોર્મર્સમાં રોકાણ કર્યું હશે તો તમે જાણ્યું હશે કે તમે ખોટી દિશામાં હતા અને છેલ્લા 10 વર્ષમાં ઘણા ફર્સ્ટ બ્રેકઆઉટ્સ હતા. રીયલ એસ્ટેટ તરફ જુઓ, દર બે વર્ષે તેમાં બ્રેક આઉટનો એટેમ્પ્ટ જોવા મળે છે અને તે લથળી જાય છે. તે મોટાભાગે ટ્રેપ હતી, જે દર બે વર્ષે રોકાણકારોને ફસાવવા બિછાવાય છે અને તેના કારણે લોકોએ તેને લગભગ છોડી દીધું.

એવું જ જાહેર ક્ષેત્રની બેંકો સાથે બન્યું જ્યાં 5થી 9 ટકા જેટલું સારું વ્યાજ મળવા છતાં આ બેંકો માટે મૂડી વૃદ્ધિ ક્યારેય ન થઈ, પરંતુ છેલ્લા ત્રણ- સાડા ત્રણ વર્ષમાં શું થયું, એ માળખાકીય પરિવર્તન છે અને હકીકત એ છે કે, નિફ્ટીની સાપેક્ષમાં તેમણે આઉટપરફોર્મ કરવાનું શરૂ કરી દીધું, જે ગેમ ચેન્જર છે, કારણ કે, અમે આવું દાયકાઓમાં નથી જોયું.

સંવત 2078 માટે તમારી ધમાકેદાર પીક કઈ છે?
પહેલા તો ખુલાસો, હું જે કંઈ પણ કહું છું તે અમે કદાચ અમારા ગોલ્ડીલોક્સના ગ્રાહકોને ભલામણ કરી હશે. મને રીયલ એસ્ટેટ ગમે છે અને મારું માનવું છે કે, તેમાં એક વર્ષ રોકાઈ શકાય છે. જે સ્ટોક મે પીક કર્યો છે તે છે ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ. આ એક એવો સ્ટોક છે જેણે એક દાયકામાં કંઈ નથી કર્યું. તાજેતરના કોર્પોરેટ ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ ચેન્જ ગેમ ચેન્જરનું કારણ છે અને ચાર્ટ દર્શાવે છે કે આ સ્ટોકે છેલ્લા ત્રણથી છ મહિનામાં ઘણું સારું પરફોર્મ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *