ગર્વ છે આ બે કૂતરાની વફાદારી પરઃ પ્રાણ ન્યોછાવર કરીને ઝેરીલા નાગના બે કટકાં કર્યાં, પરિવાર ચોંધાર આંસુએ રડ્યો

nation

ઉત્તર પ્રદેશના ભદોહીના ઔરાઈ વિસ્તારના જયરામપુરમાં સાપના હુમલાથી પોતાના માલિકને બચાવવા માટે પાળતુ કૂતરાઓએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પણ માલિક સુધી પહોંચવા દીધો ન હતો. રવિવારની રાત્રે મેઈન ગેટ પર ચોકીદારની સાથે પાળતુ કૂતરા જર્મન શેફર્ડ શેરુ અને કોકો હાજર હતા. આ વચ્ચે મેઈન ગેટ પર ઝેરીલો સાપ ઘરમાં ઘૂસવા લાગ્યો તો બંને કૂતરા એલર્ટ થઈ ગયા અને ભસવાનું શરૂ કરી દીધું. જે બાદ ચોકીદાર પણ એલર્ટ થઈ ગયો અને તેના હોંશ ઉડી ગયા.

બંને કૂતરાઓએ નાગની ચેતવણી આપી દીધી હતી. પણ સાપ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યો તો કૂતરા અને સાપ બંને વચ્ચે એક કલાકથી પણ વધારે સમય સુધી જંગ ચાલી હતી. આ લડાઈમાં બંને કૂતરાઓએ સાપના બે કટકા કરી નાખ્યા હતા. જો કે ઝેરીલા સાપના ઝેરની અસરથી બંને કૂતરાઓએ દમ તોડી દીધો હતો. વફાદાર કૂતરાઓના નિધનથી સમગ્ર પરિવાર ખુબ જ રડ્યો. નાગના બે ટૂકડાની પાસે બે કૂતરાઓની લાશોએ ભલભલાના આંખમાં ઝળઝળિયા લાવી દીધા હતા.

પરિવારને સુરક્ષિત રાખવા પ્રાણ ન્યોછાવર કર્યાં

જયરામપુરના રહેવાસી ડોક્ટર રાજને પોતાના ઘરમાં બે પાળતુ કૂતરા રાખ્યા હતા. એકનું નામ શેરું અને બીજાનું નામ કોકો હતો. અને ઘરમાં રાત્રે ચોકીદાર પણ હતો તેનું નામ ગુડ્ડુ હતું. જ્યારે રાત્રે 5 ફૂટ લાંબો ઝેરીલો સાપ ગેટની અંદર પ્રવેશ્યો તો કૂતરાઓએ તેને રોકવાની કોશિશ કરી. અને સાપ કૂતરાઓ સામે પડી ગયો હતો. આ જોઈને ચોકીદાર પણ વચ્ચે પડ્યો. પણ સ્થિતિ જોઈને તે પાછળ ખસી ગયો હતો. પણ બંને કૂતરાઓએ પીછેહઠ કરી ન હતી. તેઓ તો ઝેરીલા સાપનો બહાદૂરીપૂર્વક સામનો કર્યો હતો. એક કલાક સુધી ચાલેલી આ લડાઈમાં બંને કૂતરાઓએ સાપના બે કટકા કરી દીધા હતા. પણ લડાઈના અંતે બંને કૂતરાઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જ્યારે આ વાતની જાણ ડોક્ટરને કરાઈ તો તેઓ તાત્કાલિક બંનેની સારવાર કરે તે પહેલાં જ તેઓએ દમ તોડી દીધો હતો.

ચોકીદારે બૂમાબૂમ કરતાં આસપાસ કામ કરતાં ગ્રામીણો પર દોડી આવ્યા હતા. અને વફાદાર કૂતરાઓની પાસે રહેલ સાપને જોઈને અવાક રહી ગયા હતા. જ્યારે આ વાતની જાણ ઘરમાં થઈ તો ડોક્ટરની પત્ની અને બાળકો શેરુ અને કોકોની કુરબાની પર ચોંધાર આંસુએ રડી પડ્યા હતા. અને પરિવારે ખુબ જ આઘાતની લાગણી સાથે બંનેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *