ગરોળી માત્ર અપશુકનિયાળ નથી આ સ્થિતીમાં કરાવે છે લાભ

DHARMIK

ઘરમાં ગરોળી જોઈને પણ સુગ ચડી જતી હોય છે. આ ગરોળી વિશે શુકન શાસ્ત્રમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ગરોળી શરીર પર પડે કે તેનો સ્પર્શ થાય તો તેનાથી શુભ અને અશુભ એમ બંને ફળ મળે છે.

આમ તો આ પછીની મિનિટે શું થવાનું છે તેની સચોટ જાણકારી કોઈ આપી શકતું નથી. પરંતુ શુકન શાસ્ત્ર અનુસાર આપણી આસપાસના જીવજંતુઓ સંબંધિત કેટલીક ઘટનાઓ શુભ-અશુભ સંકેતો આપે છે. બસ જરૂર હોય છે માત્ર તેને સમજવાની. શુકન શાસ્ત્રમાં આ પ્રકારની ઘટનાઓ જે ગરોળી સંબંધિત છે તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક ઘરમાં ગરોળી જોવા મળે જ છે. તો ચાલો આજે જાણો ગરોળી સંબંધિત કેટલીક ખાસ વાતો વિશે.

– નવા ઘરમાં પ્રવેશ કરો અને ત્યાં મરેલી ગરોળી જોવા મળે તો ઘરની મુખ્ય વ્યક્તિ રોગનો ભોગ બને છે.
– જો સમાગમ કરતી ગરોળી જોવા મળે તો ખાસ મિત્રને મળવાના સંયોગ સર્જાય છે.
– જો ગરોળીનો અવાજ સંભળાય તો શુભ સમાચાર મળે છે.

– ગરોળી માથા પર પડે તો ધન લાભ થાય છે.
– ડાબા કાન પર પડે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
– ગરદન પર પડે તો યશ પ્રાપ્ત થાય છે.
– જમણી આંખ પર પડે તો મિત્રને મળવાનું થાય છે.

– નાભિ પર પડે તો મનોકામના પૂર્ણ થાય છે.
– કમર પર પડે તો આર્થિક લાભ થાય છે, પીઠ પર પડે તો સુખ-શાંતિ મળે છે.

Leave a Reply

Your email address will not be published.