ગર્ભપાત કરાવ્યા પછી હું સમાગમ કરું તો મને પેટમાં ખુબજ દુખાવો થાય છે,મને કેમ આવું થતું હશૅ

Uncategorized

પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે.

જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

પ્રશ્ન : હું 24 વર્ષની પરિણીત સ્ત્રી છું. મારે એક બાળક છે. થોડા સમય પહેલાં મેં ગર્ભપાત કરાવેલો હતો. ત્યારબાદ હવે અમે જ્યારે જાતીય સંબંધ રાખીએ છીએ ત્યારે મારા પેટમાં સખત દુખાવો ઊપડે છે. ડોક્ટર એમ કહે છે કે આ તમને માનસિક દુખાવો છે, પણ ગર્ભપાત પહેલાં મને આવો દુખાવો ક્યારેય થયો નથી. મને આવું કેમ થતું હશે? જવાબ જેમ બને તેમ જલદી આપવા વિનંતી. ખૂબ જ મૂંઝવણમાં છું. પતિ પણ શક કરે છે. એક મહિલા (વડોદરા)

ઉત્તર : ઘણી વખત ગર્ભપાત પછી પેઢુમાં સોજાની તકલીફ જોવા મળે છે. આને પી. આઈ. ડી. એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ કહે છે. આનું નિદાન ગર્ભાશયની દુરબીન તપાસ દ્વારા થઈ શકે છે. ઘણીવાર પેશાબની જગ્યાએ ઇન્ફેક્શન-ચેપ લાગવાથી પણ સમાગમ વખતે પીડા અનુભવાય છે. જો આપ બાળક ન જ ઇચ્છતા હો તો ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરો કારણ કે એક ગર્ભપાતમાં સ્ત્રીને ચાર નોર્મલ ડિલિવરી જેટલું શારીરિક તેમજ માનસિક કષ્ટ ભોગવવું પડે છે. આપ કોઈપણ સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તપાસ કરાવી લો. તેઓ આપને યોગ્ય નિદાન કરી સારવાર આપશે. આ મામલે મૂંઝાવાની જરૂર નથી. પતિ સાથે ખુલ્લા મને આની ચર્ચા કરો. તેઓ ચોક્કસ તમારી તકલીફ સમજશે.

Leave a Reply

Your email address will not be published.