ગર્ભ નિરોધક ગોળી કેવી રીતે કરે છે કામ ,જાણો એક ક્લિક ઉપર આખી વાત

Uncategorized

મોટાભાગની મહિલાઓના મનમાં પ્રશ્ન થતો હોય છે કે આ ગોળીઓ કેવી રીતે કામ કરે છે ? ગોળીઓ ખાવાથી શરીરમાં શું થાય છે? આ પ્રેગ્નન્સીને કેવી રીતે રોકે છે ? આમ તો ઘણીવાર મહિલાઓ ગર્ભ નિરોધક દવાઓ લેતાં પહેલા ડોક્ટર સાથે ચર્ચા- વિચારણા કરે છે. ત્યારબાદ આ દવાઓનું સેવન શરૂ કરે છે. આવો જાણીએ કે ગર્ભ નિરોધક દવા કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે અનઇચ્છનીય પ્રેગ્નન્સીને અટકાવે છે.

– અનઇચ્છનીય પ્રેગ્નન્સીને રોકવા માટે કોન્ડોમ બાદ ગર્ભ નિરોધક ગોળીઓ એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ(ઓસીપી)નો ઉપયોગ કરવામાં આવે છે.

ઓસીપી કેવી રીતે કામ કરે છે ?

ઓસીપી બે પ્રકાર

– કમ્બાઇન્ડ ઓસીપી, જેમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બંને હોય છે.

– પ્રોજેસ્ટ્રોન ગોળીઓ, જેને મિની ગોળીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમાં ફક્ત પ્રોજેસ્ટ્રોન પણ હોય છે.

– આ ગર્ભ નિરોધક દવાઓના પ્રકાર પર નિર્ભર કરે છે. જ્યારે તમે એક કમ્બાઇન્ડ ગોળી લો છો, તો બંને હોર્મોન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન પર કામ થાય છે અને જો તમે ફક્ત પ્રોજેસ્ટ્રોનની ગોળી લો છો, તો ફક્ત એક હોર્મોન પર કામ થાય છે.

પ્રોજેસ્ટ્રોન હોર્મોન

પ્રોજેસ્ટ્રોન ત્રણ અલગ-અલગ સ્તરો પર કાર્ય કરે છે. પ્રથમ આ ઓવ્યુલેશન રોકે છે. અને પરિણામે ફર્ટિલાઇજેશન થતું નથી અને એટલા માટે ગર્ભાવસ્થાને અટકાવી દેવામાં આવે છે.

ફર્ટિલાઇજેશન અટકાવે

આ સર્વાઇકલ મ્યુક્સને ઘટ્ટ કરે છે. જેમાં સ્પર્મ ગર્ભાશયમાં જઇ શક્તા નથી. જેથી ફર્ટિલાઇજેશનની સંભાવના પ્રભાવિત થાય છે, જે ગર્ભાવસ્થાને રોકે છે.

ભ્રૂણને બનતા રોકે છે

એન્ડોમેટ્રિયમના સ્તર પર કાર્ય કરે છે. જેમને એન્ડોમેટ્રિયમનું પડ પાતળું છે, આ આરોપણ માટે મુશ્કેલ બને છે. ફર્ટિલાઇઝડના કારણે ભ્રૂણ એન્ડોમેટ્રિયમ સાથે ચોંટવામાં નિષ્ફળ રહે છે, જેથી ગર્ભાવસ્થાની સંભાવનાઓમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે.

એસ્ટોજન હોર્મોન

કમ્બાઇડ પિલ્સમાં એસ્ટ્રોજન ઉચ્ચ માત્રા હોય છે, જ્યારે શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઉચ્ચ હોય છે. તો આ હોર્મોન એફએસએચ(ફોલિકલ સ્ટિમ્યલૈટિંગ હોર્મોન)ને દબાવી દે છે. જેથી ગર્ભાવસ્થાને રોકે છે. એફએસએચ હોર્મોન ઓવ્યુલેશનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને એટલા માટે એફએસએચનું નિમ્ન સ્તર ઓવલ્યુશનને અટકાવે છે અને આ પ્રકારે ગર્ભાવસ્થાની સંભાવના ઓછી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *