વરસાદમાં પલળવાની એક અલગ જ મજા છે. પલળ્યા પછી આપણને ભજીયા ખાવા મળી જાય તો મજા પડે. છે. ચોમાસામાં એકપણ ગુજરાતી ઘર એવું નહીં હોય જ્યાં ભજીયા ન બને. આપણે ત્યાં ભજીયા બનાવવાની અલગ અલગ રીત છે ખાસ તો આપણે બટેટાવડા, મેથીના ગોટા, મરચાના આખા ભજીયા, કાંદાના ભજિયા. કેળાના ભજીયા. પરંતુ ક્યારેય અજમાના પાનના ભજીયા ટ્રાય કર્યા છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય અજમાના પાનના ભજીયા…
સામગ્રી
1 બાઉલ – અજમાના પાન, 1 બાઉલ – ચણાનો લોટ, 1/2 ચમચી – સાજીના ફુલ
સ્વાદાનુસાર – મીઠું, 1/4 ચમચી – હિંગ, 1/2 ચમચી – મરચું, 1/2 ચમચી – હળદર
બનાવવાની રીત
સૌપ્રથમ અજમાના પાનને ધોઈ અને કોરા કરી લેવા. થોડાક પાન કચુંબર કરી લેવી થોડાક પાન આખા રાખવા હવે ચણાના લોટને એક બાઉલમાં કાઢી લો તે પછી તેની અંદર સ્વાદાનુસાર મીઠુંને અડધી ચમચી સાજીના ફૂલ નાખવા પછી તેને ચપટી હિંગ નાંખવી પછી પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરી લો. તે બાદ તેમા હળદર અને મરચું ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ મુકો અને તેલ ગરમ થઈ જાય પછી આ લોટની અંદર અજમાના પાન નાખી અને ભજીયા બનાવી લેવા, તૈયાર છે ગરમા ગરમ અજમાના પાનના ભજીયા…