ગ્રહણ વચ્ચે સર્જાશે સૂર્ય-કેતુ અશુભ યોગ, આ રાશિના જાતકો રહેજો સાવધાન

GUJARAT

વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર શનિવારના રોજ થવાનું છે. આ વખતે સૂર્યગ્રહણમાં શું થશે? આ સૂર્યગ્રહણ શા માટે ખાસ છે? આ ગ્રહણ વિવિધ રાશિઓ પર કેવી અસર કરશે? આ તમામ પ્રશ્નોના જવાબો આ રહ્યા. ચાલો અમે તમને આગામી સૂર્યગ્રહણ વિશે વિગતવાર માહિતી આપીએ.

4 ડિસેમ્બરે સૂર્યગ્રહણ થવાનું છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 10:59થી શરૂ થશે. તે બપોરે 03.07 કલાકે સમાપ્ત થશે. આ ગ્રહણ વૃશ્ચિક અને જ્યેષ્ઠ નક્ષત્રમાં થશે જે એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને નામિબિયા જેવા દેશોમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહી. એટલે કે સુતક પાળવાનુ રહેશે નહી.

આ સૂર્યગ્રહણ શા માટે ખાસ છે?

આ ગ્રહણમાં સૂર્યનો સંયોગ કેતુ સાથે થવાનો છે. તેમજ આ ગ્રહણમાં ચંદ્ર અને બુધનો સંયોગ જોવા મળશે. સૂર્ય અને કેતુના પ્રભાવથી દુર્ઘટના થવાની સંભાવના બની શકે છે. સાથે જ રાજકીય ઉથલપાથલ પણ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વિષની નિશાની છે, તેથી રોગો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. આ સિવાય આકસ્મિક અકસ્માત અને દુર્ઘટના જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ રાશિના જાતકોએ સૂર્યગ્રહણ પર રહેવુ સાવધાન

મેષ- મેષ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય અને અકસ્માતનું ધ્યાન રાખવું પડશે.
વૃષભ – વૃષભ રાશિ વ્યવસાય અને દાંપત્ય જીવન પર ધ્યાન આપો.
કર્કઃ- કર્ક રાશિના લોકોનું સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ બગડી શકે છે.

સિંહઃ- સિંહ રાશિના લોકોને બિનજરૂરી ચિંતાઓ અને વિવાદ થઈ શકે છે.

તુલાઃ- તુલા રાશિના જાતકોએ પારિવારિક જીવન અને અકસ્માતોનું ધ્યાન રાખવું.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ દરેક કાર્ય અને નિર્ણયમાં સાવધાની રાખવી જોઈએ.

ધન – ધન રાશિના જાતકોએ અકસ્માતો અને નિષ્ફળતાઓથી પોતાનું રક્ષણ કરવું પડશે.

મીન – મીન રાશિના લોકોએ નિર્ણયો અને લગ્નના મામલામાં સાવધાની રાખવી પડશે.

Leave a Reply

Your email address will not be published.