ગંગુબાઈ કાઠિયાવાડી…આલિયાનો દમદાર અંદાજ, ધાંસુ ટ્રેલર રિલીઝ

BOLLYWOOD

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ધાંસુ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાની સાથે જ આ ટ્રેલરે ઈન્ટરનેટ પર છવાઈ ગયુ છે. સંજય લીલા ભણસાલીની આ બિગ બજેટ ફિલ્મની લોકો છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા છે. આલિયા ભટ્ટના ચાહકો માટે આ ટ્રેલર બમ્પર લકી ડ્રોથી કમ નથી.

ટ્રેલરમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આલિયા ભટ્ટની પહેલા કરતા એકદમ અલગ ચમકદાર અને દબંગ અંદાજ છે. આલિયા ‘ગંગુબાઈ’ના રૂપમાં તેના વ્યક્તિત્વથી સાવ અલગ દેખાય છે. આલિયાના લૂકથી લઈને ડાયલોગ્સ સુધી ગંગુબાઈનું ટ્રેલર આલિયાના ચાહકો માટે ભેટ સમાન છે.

ગંગુબાઈ કાઠિયાવાડી ટ્રેલર ફિલ્મના રસિયાઓ માટે એક અનોખી અનુભૂતિ છે, સંજય લીલા ભણસાલી માસ્ટરપીસ બનાવવા માટે જાણીતા છે અને આલિયાની ફિલ્મમાં લુક, સેટ્સ, ડાયલોગ્સથી લઈને સ્ટાઇલિંગ સુધીની દરેક વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આલિયાનો લુક તેમજ દમદાર ડાયલોગ્સ તમે ગંગુબાઈના વ્યક્તિત્વમાં ખોવાઈ જશો. આલિયા ભટ્ટ ગંગુબાઈની વેશ્યાવૃત્તિથી લઈને રાજકારણમાં આવવા સુધીની ઝલક આ ટ્રેલરમાં જોવા મળે છે.

ટ્રેલરમાં અજય દેવગનની એન્ટ્રી પણ જોરદાર છે. તેની એક્શનથી ભરપૂર હાજરી ટ્રેલરના આકર્ષણમાં વધારો કરે છે. વિજય રાજની હાજરીને પણ આશ્ચર્યજનક પેકેજ તરીકે જોવામાં આવે છે. આલિયા સાથેના તેના દ્રશ્યો અસર છોડી દે છે. ઓવરઓલ ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આલિયા માટે ગંગુબાઈ તેના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ શકે છે, હવે માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.